Knuckle Cracking: આંગળીઓના ટચાકા ફોડવાની આદત ખૂબ જ સામાન્ય છે. તમે પણ એવા અનેક લોકો જોયા હશે જેમને આ આદત હોય. ઘણા લોકો તો દિવસમાં વારંવાર આંગળીમાં ટચાકા ફોડતા હોય છે. ઘણા લોકોને તો હાથ અને પગની આંગળીઓના ટચાકા ફોડવામાં મજા આવે છે. તેથી તેઓ વારંવાર આ કામ કરે છે. પરંતુ હકીકતમાં આ રીતે ટચાકા ફોડવા યોગ્ય છે કે નહીં આજે તમને જણાવીએ.
આ પણ વાંચો: શરીરના આ અંગોમાં થતો દુખાવો કિડની ડેમેજનું હોય શકે લક્ષણ, સમયસર ધ્યાન આપવું જરૂરી
ટચાકા ફોડવાની આદત સામાન્ય લાગે છે પરંતુ મેડિકલ સાયન્સમાં નિષ્ણાંતો આ અંગે અલગ અલગ મત જણાવે છે. જો તમને પણ વારંવાર ટચાકા ફોડવામાં મજા આવતી હોય તો આજે તમને જણાવીએ તો ટચાકા ફોડવાની આદતના ફાયદા અને નુકસાન છે. આ બંને વસ્તુ વિશે જાણીને તમે જ નક્કી કરજો કે ટચાકા ફોડવાનું ચાલુ રાખવું કે આદત છોડી દેવી.
આ પણ વાંચો: શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
ટચાકા ફોડવાથી થતા નુકસાન
- કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે વારંવાર આંગળીના ટચાકા ફોડવાથી સાંધામાં દુખાવો, સોજો અને ગઠિયા જેવી સમસ્યા થઈ શકે છે.
- વારંવાર ટચાકા ફોડવામાં આવે તો સાંધાની આસપાસના ભાગમાં ધીરે ધીરે નુકસાન થવા લાગે છે.
આ પણ વાંચો: Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
- કેટલીક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે નિયમિત રીતે જે લોકો ટચાતા ફોડે છે તેમને ગઠીયા જેવા રોગ થવાની સંભાવના સામાન્ય કરતાં વધારે હોય છે.
ટચાકા ફોડવાથી થતા ફાયદા
આ પણ વાંચો: 300 પાર થઈ જતું હોય બ્લડ શુગર તો અપનાવો આ 5 ઘરેલુ નુસખા, કંટ્રોલમાં આવી જશે શુગર
- કેટલાક એક્સપર્ટ એવું પણ માને છે કે આંગળીના ટચાકા ફોડવાથી કેટલાક ફાયદા પણ થઈ શકે છે. આમ કરવાથી સાંધા પરનું પ્રેશર ઓછું થઈ જાય છે અને ગતિશીલતા સુધરી શકે છે.
- કેટલાક લોકો માને છે કે આંગળીના ટચાકા ફોડવાથી હાડકા વચ્ચેનું ટેન્શન ખતમ થઈ જાય છે અને સાંધાનો દુખાવો પણ ઓછો રહે છે.
આ પણ વાંચો: Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
આ રીતે જોઈએ તો આંગળીના ટચાકા ફોડવાથી કોઈ ગંભીર નુકસાન થતું નથી. પરંતુ નિષ્ણાંતો એવું પણ કહે છે કે જો કોઈ વ્યક્તિને પહેલાથી જ સાંધામાં દુખાવો કે સોજો હોય તો તેમણે આદત તુરંત છોડી દેવી જોઈએ. નહીં તો આ આદતના કારણે સાંધાની સમસ્યા વધી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે