Swapna Shastra: મોટાભાગના લોકોને ઊંઘતી વખતે સપના આવે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર દરેક સપનાનો અલગ અર્થ હોય છે. કોઈપણ સપનું કારણ વિના આવતું નથી. કેટલાક સપના પાછળ ખાસ કારણ હોય છે જેના અર્થને સમજવાની જરૂર હોય છે. સપના કઈ વાતનો સંકેત હોય છે તે સ્વપ્ન શાસ્ત્રમાં દર્શાવેલું છે.
આ પણ વાંચો:3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ, બુધ મંગળનો નવપંચમ યોગ ચારેતરફથી લાભ કરાવશે
સ્વપ્ન શાસ્ત્રમાંથી દરેક પ્રકારના સપનાનો અર્થ જાણી શકાય છે. આજે તમને જણાવીએ કે સપનામાં વારંવાર પિતૃ દેખાય તો તે કઈ વાતનો સંકેત હોય છે. સપનામાં પિતૃઓનું આવું શુભ હોય છે કે અશુભ ? જો તમને પણ વારંવાર સપનામાં પિતૃ દેખાતા હોય તો આ સંકેતને સમજવા જરૂરી છે.
સપનામાં પિતૃ દેખાય તો શું થાય તેનો અર્થ?
આ પણ વાંચો: માર્ચ મહિનામાં શનિ, સૂર્ય સહિત 4 ગ્રહો બદલશે ચાલ, સોનાની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય
- જો સપનામાં પિતૃ એટલે કે તમારા પૂર્વ જ તમારા માથાની પાસે ઊભેલા દેખાય તો તે શુભ ગણાય છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર આવા સપનાનો અર્થ થાય છે કે તમારી ઉપર આવનાર સંકટ ટળી જશે અને પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે છે.
- જો સપનામાં પિતૃ આવે અને પગપાસે ઉભેલા દેખાય તો તે શુભ નથી તેનો અર્થ છે કે તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને તમારે સતર્ક રહેવાની જરૂર છે. આવું સપનું આવે તો બીજા દિવસે પિતૃઓની આત્માને શાંતિ માટે દાન પુણ્ય અવશ્ય કરવું.
આ પણ વાંચો: Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
- જો કોઈ વ્યક્તિને સપનામાં પૂર્વ જ પોતાના જમાડે છે તેવો અનુભવ થાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવાનો છે અને જીવનમાં સુખ સંપતિ વધશે.
- સપનામાં પિતૃ અથવા તો પૂર્વજ તમારી પાસેથી કંઈ માંગતા દેખાય તો તે ખરાબ સંકેત છે. તેનો અર્થ થાય છે કે તમારા જીવનમાં આર્થિક સમસ્યા આવી શકે છે. આવું સપનું આવે તો બીજા દિવસે કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને સન્માનપૂર્વક ભોજન કરાવવું.
આ પણ વાંચો: 29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
- સપનામાં પિતૃઓની એક ઝલક દેખાય અને પછી તે ગાયબ થઈ જાય તો તે પણ અશુભ ગણાય છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર આવા સપનાનો અર્થ છે કે તમારા જીવનમાં મોટી મુસીબત આવી શકે છે. જેનો સંકેત પિતૃ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે