3 Best Vegetables for Diabetes: ડાયાબિટીસ આજના સમયની સૌથી ગંભીર અને ઝડપથી વધતી સમસ્યા છે. જો ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલમાં ન રહે તો આંખ, કિડની, હાર્ટ અને અન્ય અંગોને નુકસાન થઈ શકે છે. પરંતુ સારી બાબત એ છે કે એવી નેચરલ વસ્તુઓ પણ છે જેને દૈનિક આહારમાં સામેલ કરવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો: Ghee On Eyes: આંખ માટે અમૃત છે ઘી, આ રીતે લગાડવાથી થશે અદ્ભૂત ફાયદા
આજે તમને 3 એવા શાકભાજી વિશે જણાવીએ જેનાથી ડાયાબિટીસની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. ડાયાબિટીસ હોય તેમણે આ શાક ડાયટમાં સામેલ કરવા જોઈએ. આ શાકભાજી સુગરને નેચરલી કંટ્રોલ કરવામાં અસર દેખાડી શકે છે.
ડાયાબિટીસના દર્દી માટે બેસ્ટ છે આ 3 શાકભાજી
આ પણ વાંચો: Betel Leaf: 5 રુપિયાનું આ પાન શરદી-ઉધરસ, માથાનો દુખાવો જેવી તકલીફોને કરી દેશે છૂમંતર
ભીંડા
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે ભીંડા. ભીંડામાં ઘુલનશીલ ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે અચાનક સુગર લેવલને વધતા અટકાવે છે. ભીંડા ખાવાથી સુગર અવશોષણ ધીમું થઈ જાય છે. સાથે જ શરીરની ઈંસુલિન સંવેદનશીલતા પણ સુધરે છે. ભીંડા સુગર કંટ્રોલ કરવાની સાથે પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે.
આ પણ વાંચો: માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓ પણ ખાઈ શકે શિલાજીત, કઈ તકલીફમાં મહિલાઓએ ખાવું શિલાજીત ?
કારેલા
ડાયાબિટીસ માટે કારેલા રામબાણ માનવામાં આવે છે. ઘણી રીસર્ચમાં સામે આવ્યું છે કે ડાયાબિટીસમાં કારેલા ખાવા ફાયદાકારક છે. કારેલામાં પોલિપેપ્ટાઈન પી જેવા યૌગિક હોય છે જે નેચરલ ઈંસુલિનનું કામ કરે છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. કારેલાનું જ્યૂસ સવારે ખાલી પેટ પીવાથી સૌથી વધુ લાભ થાય છે.
આ પણ વાંચો: આ 5 વાતનું ધ્યાન રાખી લીધું તો નહીં થાય માઈગ્રેનનો દુખાવો, આમ મળશે દુખાવાથી છુટકારો
પેઠા
એશ ગાર્ડ એટલે કે પેઠાનું શાક પણ ડાયાબિટીસના દર્દી માટે સારું છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. આ શાક HbA1c કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ શાક લિવર ડિટોક્સ કરે છે. તેનાથી મેટાબોલિઝમ સુધરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે