Makhana Side Effects: મખાના ખાવા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. મખાનામાં કેલેરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. જેના કારણે મખાના શરીર માટે લાભકારી સાબિત થાય છે. મખાના વજન ઘટાડવાથી લઈ હાર્ટ હેલ્થ સુધારવા સુધીના ફાયદા કરે છે. મખાનામાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ નામના યૌગિક હોય છે જે સોજા ઓછા કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો:Uric Acid: આ 4 દાળ અને કઠોળ ઝડપથી વધારી શકે છે યુરિક એસિડ, જામ થઈ જશે શરીરના સાંધા
મખાના ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ બનવાનું પ્રમાણ ઘટી જાય છે. તેના કારણે હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આ ખુબીઓના કારણે જ મખાનાને સુપરફુડ માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ તો મખાના રોજ ખાવાની સલાહ આપતા હોય છે. અગણિત ફાયદા કરે છે તેમ છતા મખાના 3 લોકો માટે હાનિકારક સાબિત થાય છે. ડોક્ટર્સના જણાવ્યાનુસાર 3 સ્થિતિમાં લોકોએ મખાના ખાવાનું ટાળવું જોઈએ. આ સમસ્યાઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: શેમ્પૂ કે પાણીના કારણે જ નહીં, શરીરમાં આ 4 બીમારી વધતી હોય તો પણ ખરવા લાગે છે વાળ
પથરીની સમસ્યામાં
હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે મખાના ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે મખાનામાં ઓક્સાલેટ હોય છે જે પથરી બનવાની પ્રોસેસને ટ્રીગર કરી શકે છે. જે લોકોને પહેલાથી જ પથરી હોય તેઓ મખાના ખાય તો પથરીની સમસ્યા વકરી શકે છે. તેથી પથરીની સમસ્યા હોય તેમણે મર્યાદિત માત્રામાં મખાના ખાવા જોઈએ.
આ પણ વાંચો: બીપી સહિત આ 5 સમસ્યા હોય તેણે ન ખાવા ચિયા સીડ્સ, ફાયદાને બદલે નુકસાન કરશે
ડાયાબિટીસ
ડાયાબિટીસ હોય તેવા લોકો માટે પણ મખાના સારા નથી. મખાના ખાવામાં શુગર પેશન્ટે સાવધાની રાખવી જોઈએ. તેમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ તો ઓછો હોય છે પરંતુ અન્ય કાર્બોહાઈડ્રેટ સાથે મખાનાનું સેવન બ્લડ શુગર લેવલ વધારી શકે છે. તેથી ડાયાબિટીસ હોય તેમણે મખાના ન ખાવા અથવા ઓછા ખાવા
આ પણ વાંચો: એન્ઝાઈટી અને સ્ટ્રેસનો સૌથી અસરદાર દેશી ઈલાજ, આ લીલા પાન ચાવવાથી મન તુરંત શાંત થશે
એલર્જી
હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકોને ડ્રાયફ્રુડ, સીડ્સ ની એલર્જી હોય તેમણે મખાના ખાવાનું ટાળવું. આ ફુડ સંવેદનશીલ લોકોમાં એલર્જી રિએક્શન ટ્રિગર કરી શકે છે. તેના કારણે ખંજવાળ અને પિત્ત જેવા લક્ષણોથી લઈ એનાફિલેક્સિસ જેવા ગંભીર રિએકશન જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે