Home> Health
Advertisement
Prev
Next

10 વર્ષ પહેલા જ દેખાય છે હાર્ટ એટેકના આ લક્ષણો, હૃદય પોતે જ આપે છે સાવધાન રહેવાના સંકેતો

Symptoms of Heart Attack: હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ શરીર 10 વર્ષ પહેલાથી જ ચેતવણી આપવાનું શરૂ કરી દે છે. શરૂઆતના સંકેતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો કરવાનું મહત્વ જાણો.

 10 વર્ષ પહેલા જ દેખાય છે હાર્ટ એટેકના આ લક્ષણો, હૃદય પોતે જ આપે છે સાવધાન રહેવાના સંકેતો

Symptoms of Heart Attack: હંમેશા લોકો વિચારે છે કે હાર્ટ એટેક અચાનક આવે છે, પરંતુ હકીકત છે કે આપણું શરીર ઘણા વર્ષ પહેલા આપણે ચેતવણી આપવા લાગે છે. બસ સમસ્યા તે છે કે ચેતવણી એટલી ધીમી અને સામાન્ય હોય છે કે આપણે તેના પર ધ્યાન આપતા નથી. તાજેતરમાં થયેલા રિસર્ચ અને ડોક્ટરોનું મંતવ્ય જણાવે છે કે હાર્ટ એટેક આવવાના લગભગ 10થી 12 વર્ષ પહેલા શરીરમાં ફેરફાર શરૂ થઈ જાય છે, જેમાં સૌથી મહત્વનું છે શારીરિક ગતિવિધિમાં ઘટાડો.

fallbacks

ઘટતી શારીરિક સક્રિયતા
હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં કામ કરનાર ન્યૂરોલોજિસ્ટ ડો. સુધીર કુમાર અનુસાર મધ્યમથી ઝડપી ગતિવાળી શારીરિક ગતિવિધિ જેમ કે સાઇકલિંગ કે સ્વિમિંગ, હાર્ટની બીમારીથી 12 વર્ષ પહેલા ઓછી થવા લાગે છે. પરંતુ ઉંમર વધવાની સાથે થોડી કમી સામાન્ય છે, પરંતુ જે લોકો આગળ ચાલી હાર્ટ રોગનો શિકાર થાય છે, તેમાં આ ઘટાડો વધુ અને સ્પષ્ટ હોય છે, ખાસ કરી બીમારી આવવાના બે વર્ષ પહેલા.

આ પણ વાંચોઃ ફેટી લિવરની બધી ચરબી થઈ જશે ગાયબ, બસ આ 5 ફૂડ્સનું કરો સેવન

રિસર્ચ શું કહે છે?
JAMA Cardiology માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, સંશોધકોએ યુવાનથી લઈને મધ્યમ વયના લોકો પર નજર રાખી હતી. તેઓએ જોયું કે જેમને પાછળથી હૃદયરોગનો હુમલો અથવા અન્ય હૃદય સંબંધી સમસ્યાઓ થઈ હતી, તેમની શારીરિક પ્રવૃત્તિમાં આ ઘટના પહેલા લગભગ 12 વર્ષ સુધી સતત ઘટાડો થયો હતો. છેલ્લા બે વર્ષમાં આ ઘટાડો ઝડપી બન્યો, જે નજીકના રોગનો સંકેત આપે છે.

કેમ જરૂરી છે નિયમિત શારીરિક ગતિવિધિ?
નિષ્ણાંતો સલાહ આપે છે કે જીવનભર દર સપ્તાહે ઓછામાં ઓછી 150 મિનિટની મધ્યમથી ઝડપી ગતિવાળી શારીરિક ગતિવિધિ જરૂરી છે. ડો. કુમાર કહે છે કે હાર્ટની બીમારી આવ્યા બાદ એક્સરસાઇઝ શરૂ કરવી વિલંબ ગણાવે. સાચી રીત છે કે શરૂઆતથી એક્ટિવ લાઇફસ્ટાઇલ અપનાવો અને તેને બનાવી રાખો.

કઈ રીતે થશે ઓળખ?
જો તમે અનુભવ કરો છો કે તમારૂ એક્ટિવિટી લેવલ ધીમે-ધીમે ઘટી રહ્યું છે, તો તેને નજરઅંદાજ ન કરો.
દિવસમાં વધુ ચાલવા, સીડીઓ ચઢવા અને હળવી એક્સરસાઇઝની આદત પાડો
નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવો, ખાસ કરી જો તમારા પરિવારમાં હાર્ટની બીમારીનો ઈતિહાસ છે.
તણાવ ઘટાડો, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More