Home> Health
Advertisement
Prev
Next

Mango: ઉનાળામાં તો ખૂબ ખવાય છે પણ વરસાદ પડી જાય પછી કેરી ખાવી કે નહીં ?

Monsoon And Mango: ઉનાળામાં તો લોકો અલગ અલગ પ્રકારની કેરી પેટભરીને ખાતા હોય છે. પરંતુ ચોમાસુ શરુ થઈ જાય પછી કેરી ખવાય કે નહીં તે પ્રશ્ન અનેક લોકોના મનમાં હશે. તો આજે તમને જણાવીએ કે ચોમાસામાં કેરી ખાવી કે નહીં...
 

Mango: ઉનાળામાં તો ખૂબ ખવાય છે પણ વરસાદ પડી જાય પછી કેરી ખાવી કે નહીં ?

Monsoon And Mango: ઉનાળાની બસ એક જ વાત નાના-મોટા સૌ કોઈને ગમતી હોય છે અને તે છે કેરી. ઉનાળામાં મીઠી મધુરી કેરી ખાવા મળે છે. કેરીની સીઝન શરુ થાય ત્યારથી લોકો રોજ કેરી ખાતા હોય છે. પરંતુ જેવો વરસાદ પડે કે કેટલાક ઘરમાં કેરીની એન્ટ્રી બંધ થઈ જાય. ચોમાસુ શરુ થાય પછી કેટલાક લોકો કેરી ખાવાનું બંધ કરી દે છે. તો વળી કેટલાક લોકો સીઝન બદલી જાય પછી પણ કેરી મળે ત્યાં સુધી કેરી ખાય છે. તેવામાં ઘણા લોકો તો એ મુંજવણમાં જ રહી જાય છે કે વરસાદ થાય પછી કેરી ખાવી કે નહીં ? જો તમને પણ આવી મુંજવણ હોય તો ચાલો તમને જણાવીએ કે શા માટે વરસાદમાં કેરી ખાવાની લોકો મનાઈ કરતા હોય છે. આ વાત જાણીને તમે જાતે નક્કી કરી શકશો કે ચોમાસામાં કેરી ખાવી જોઈએ કે નહીં.

fallbacks

આ પણ વાંચો: પગમાં સોજા સહિત આ 5 ફેરફાર દેખાય તો ડોક્ટર પાસે જવું, ગંભીર બીમારીનું લક્ષણ હોય શકે

ચોમાસામાં કેરી ખવાય કે નહીં ?

ડોક્ટર્સના જણાવ્યાનુસાર ચોમાસુ શરુ થાય પછી કેરી ખાવાનું બંધ કરી દેવું જોઈએ. ઉનાળામાં પેટ ભરીને કેરી ખાઈ લેવી જોઈએ પણ જ્યારથી વરસાદ શરુ થાય એટલે કે ચોમાસુ બેસે ત્યારથી કેરી ખાવાનું બંધ કરી દેવું જોઈએ. ચોમાસામાં વરસાદનું પાણી કેરી પર પડે એટલે તેમાં મોલ્ડ અને બેક્ટેરિયા વધી શકે છે. આ મોલ્ડ એવા હોય છે જે પાણીથી સાફ કરવાથી પણ જતા નથી. આવા મોલ્ડ અને બેક્ટેરિયા કેરીની છાલ પર વધે છે અને ફળને પણ સંક્રમિત કરે છે. 

આ પણ વાંચો: Healthy Breakfast: સવારે નાસ્તામાં દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી થતા લાભ વિશે જાણો

બીજું કે ચોમાસામાં વાતાવરણ ભેજવાળુ હોય છે તેવામાં કેરીના પલ્પમાં ફર્મેટેંશન થઈ શકે છે જે ફ્રુક્ટોસથી ભરપુર હોય છે. ડોક્ટરોના જણાવ્યાનુસાર કેરી બહારથી તો સારી દેખાય છે પરંતુ અંદરનો ગર ફર્મેંટેડ થઈ જાય છે જેના કારણે પાચન ખરાબ થઈ શકે છે. આ કારણે એક્સપર્ટ વરસાદ પડે પછી કેરી ખાવાની મનાઈ કરે છે. 

આ પણ વાંચો: Om Chanting: ॐ નું ઉચ્ચારણ કરવાથી શરીર અને મનને થતા લાભ વિશે જાણો

ચોમાસામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી ?

- ચોમાસામાં સ્ટ્રીટ ફુડ ખાવાનું ટાળવું જોઈએ.
- ચોમાસા દરમિયાન લીલા પાનવાળા શાકભાજી ડાયટમાં સામેલ ન કરો. ખાસ કરીને પાલક, કોબી.
- ચોમાસામાં કાચા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. 
- ચોમાસામાં એવી વસ્તુઓ પણ ન ખાવી જેમાં વોટર કંટેંટ વધારે હોય.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More