સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએશન કરનારી અપૂર્વા મુખીજાને ધ રિબેલ કિડ (Rebel Kid's) તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં ફ્લાઈટમાં ઈમરજન્સી સીટ આપવાની મનાઈ મુદ્દે તે ચર્ચામાં છે. તેનો આરોપ છે કે આવું એટલા માટે કારણે તેને સક્ષમ (able-bodied) ગણવામાં આવી નહીં. અપૂર્વાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ સમગ્ર મામલો શેર કર્યો. તેણે પોતાના ફોટા સાથે એરલાઈન સ્ટાફ મેમ્બર સાથે થયેલી વાતચીતની જાણકારી આપી.
ઈન્સ્ટા પોસ્ટ અંગે ચર્ચામાં
તેણે લખ્યું કે હું ઊંઘ્યા વગર ફ્લાઈટ પકડી રહી છું પરંતુ મે એરલાઈન સ્ટાફ પાસે ઈમરજન્સી સીટ માંગી. જેના પર કાઉન્ટર પર હાજર મહિલાએ કહ્યું કે અમે તેને દિવ્યાંગ લોકોને નથી આપી શકતા? અપૂર્વાએ લખ્યું કે હું આ જાણીને દંગ રહી ગઈ. હું સંપૂર્ણ રીતે સક્ષમ છું અને તેણએ કહ્યું કે તમે બીમાર છો. અપૂર્વાએ એમ પણ લખ્યું કે મે પૂછ્યું કે તમે આ કઈ રીતે કહ્યું? જેના પર તેણે કહ્યું કે, તમારી શકલ જોઈને લાગે છે. અને જ્યારે હું એ વાતથી નારાજ થઈ તો તે ચોંકી ગઈ હતી અને તે પણ નારાજ થઈ ગઈ? હવે આ અપૂર્વા મુખીજા કોણ છે અને તેની નેટવર્થ કેટલી છે આવક શું છે તે પણ જાણીએ.
અપૂર્વાની આવક અને નેટવર્થ
કોવિડથી લઈને અત્યાર સુધીમાં પાંચ વર્ષ દરમિયાન અપૂર્વા જે મુકામ પર પહોંચી ગઈ છે તે પ્રશંસનીય છે. તેની અસલી આક સોશિયલ મીડિયા જાહેરાત અને બ્રાન્ડ કોલેબ્રેશનથી છે. તેની નેટવર્થને લઈને અલગ અલગ જાણકારી મીડિયા રિપોર્ટમાં અપાઈ છે. જૂન 2025ના એક રિપોર્ટમાં કહેવાયું છે કે તેની નેટવર્થ વધીને 41 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે તેની નેટવર્થ વધીને 41 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે તે દરરોજ અઢી લાખ રૂપિયા કમાય છે. દર 30 સેકન્ડની ઈન્સ્ટા સ્ટોરીથી તેને 2 લાખ રૂપિયા અને એક રીલથી 6 લાખ રૂપિયા મળે છે. એક બીજા રિપોર્ટ મુજબ તે ઈન્સ્ટાગ્રામ પર 2થી 5 લાખ રૂપિયા પ્રતિ પોસ્ટ ચાર્જ કરે છે. યુટ્યુબથી તેને 5 લાખ રૂપિયા સુધીની માસિક કમાણી થાય છે. બ્રાન્ડ ડીલથી તે 10 લાખ રૂપિયા પ્રતિ બ્રાન્ડ લે છે.
કોણ છે અપૂર્વા મુખીજા?
અપૂર્વા મુખીજાએ ડિજિટલ સ્પેસમાં ખાસ જગ્યા બનાવી છે. COVID-19 લોકડાઉન દરમિયાન હ્યુમરસ સ્કિટ્સ બનાવવાની શરૂઆત કરનારી અપૂર્વા આજે એક પ્રમુખ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બની ગઈ છે. 1998માં દિલ્હીમાં જન્મેલી અપૂર્વાએ મણિપાલ યુનિવર્સિટી જયપુરથી બીટેક (કોમ્પ્યુટર એન્જિનિયરિંગ( કર્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ તેનો જન્મ નોઈડામાં થયો હોવાનું પણ કહેવાય છે. 2020ના લોકડાઉન દરમિયાન તેણે હ્યુમરસ, બેબાક વીડિયો અને નાના બ્લોગ પોસ્ટ કરીને ડિજિટલ યૂઝર્સ વચ્ચે એક અલગ ઓળખ બનાવી.
ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના ફોલોઅર્સ ઝડપથી વધ્યા છે. અપૂર્વાએ પોતાની ડિજિટલ પ્રેઝન્સને ફૂલ ટાઈમ કરિયરમાં બદલી છે. તેણે NIKE, વનપ્લસ, નેટફ્લિક્સ, અમેઝોન, ગૂગલ, મેટા, મેલેબીન, કેટ સ્પેડ અને સ્વિગી જેવી 150થી વધુ મોટા બ્રાન્ડ્સ સાથે કોલેબ્રેશન કર્યું છે. આ ઉપરાંત તેણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. ફોર્બ્સે 2023 અને 2024માં પોતાના 100 ડિજિટલ સ્ટાર્સની યાદીમાં તેને સામેલ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે