Home> Health
Advertisement
Prev
Next

Moong Dal: ફેટી લિવર અને બેડ કોલેસ્ટ્રોલ માટે વરદાન છે આ દાળનું પાણી, પીવાથી શરીર થશે ડિટોક્સ

Moong Dal for Fatty Liver: મગની દાળનું પાણી શરીર માટે વરદાન છે. આ પીળુ પાણી શરીરમાં જામેલા ફેટને ડિટોક્સ કરવામાં અને પાચન ક્રિયા તેજ કરવામાં મદદ કરે છે. મગની દાળ ધમનીઓને પણ સાફ કરે છે.
 

Moong Dal: ફેટી લિવર અને બેડ કોલેસ્ટ્રોલ માટે વરદાન છે આ દાળનું પાણી, પીવાથી શરીર થશે ડિટોક્સ

Moong Dal for Fatty Liver: બદલતી લાઈફ સ્ટાઈલ, અનહેલ્ધી ડાયેટ અને ફિઝિકલ એક્ટિવિટીના અભાવના કારણે લોકોના શરીરમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ વધી જાય છે. જેમાં સૌથી સામાન્ય છે ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા. એક વખત કોઈ વ્યક્તિને ફેટી લીવર થઈ જાય તો ખાવા પીવામાં અને અન્ય વસ્તુઓમાં ધ્યાન દેવું જરૂરી છે જો ધ્યાન દેવામાં ન આવે તો લીવર સિરોસીસ અથવા લીવર ફેલ્યોર જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: આ 5 વસ્તુઓ ખાવાનું શરુ કરી દો, 100 ની સ્પીડ ઘટશે યુરિક એસિડ, શરીર થશે ડિટોક્સ

એવા પ્રાકૃતિક અને ઘરેલુ ઉપાયો છે જેની મદદથી લીવરની સાથે શરીરની અન્ય સમસ્યાઓનો ઈલાજ પણ કરી શકાય છે. આયુર્વેદિક નિષ્ણાંતો અનુસાર મગની દાળનું પાણી ફેટી લીવરની સફાઈમાં ઔષધિની જેમ કામ કરે છે. મગની દાળનું પાણી લીવરની ચરબી ઘટાડે છે અને સાથે જ શરીરમાં વધેલા ઝેરી તત્વો એટલે કે ટોક્સિનને પણ બહાર કાઢે છે. મગની દાળનું પાણી બેડ કોલેસ્ટ્રોલ ને બહાર કાઢવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે. 

આ પણ વાંચો: મગજ શાંત રાખવાથી લઈ શરીરને આરામ આપે છે ચાંદી, જાણો ચાંદી પહેરવાથી શરીરને થતા લાભ

ખાનપાન અને લાઇફસ્ટાઇલમાં થયેલા ફેરફારના કારણે લોકોને પાચન, લીવર અને હાર્ટ સંબંધિત બીમારીઓ થઈ રહી છે જેમાં પીળી મગની દાળનું પાણી ફાયદાકારક સાબિત થઈ શકે. પીળી મગની દાળનું પાણી શરીરમાં જામેલા ફેટને ડિટોક્સ કરે છે પાચન ક્રિયા તેજ કરે છે અને ધમનીઓને સાફ કરે છે. 

આ પણ વાંચો: ચોમાસામાં તુલસી-મરીનો ઉકાળો પીવાથી થશે લાભ, શરીરની આસપાસ પણ નહીં ફરકે બીમારીઓ

ફેટી લીવર 

ફેટી લીવરની સમસ્યાથી રાહત માટે મગની દાળનું પાણી લઈ શકાય છે. મગની દાળમાં એવા એમિનો એસિડ અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે લીવરની કોશિકાઓને રીપેર કરે છે. તેનું પાણી લીવરમાં જામેલા વધારાના ફેટને ઓગાળી શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. 

આ પણ વાંચો: Quit Sugar: 15 દિવસ ખાંડ નહીં ખાવ તો શરીરમાં દેખાશે આ પોઝિટિવ ફેરફાર

વજન ઘટાડવામાં ફાયદો 

વજન ઘટાડવા માટે પણ મગની દાળનું પાણી લાભકારક સાબિત થઈ શકે છે. જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેમના માટે મગની દાળનું પાણી સૌથી સારો વિકલ્પ છે. મગની દાળમાં કેલેરી ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે તેનાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. જેના કારણે ઓવર ઈટિંગથી બચી શકાય છે. 

આ પણ વાંચો: Iron Rich Food: આયરનની ખામી દુર કરવા ખાવી આ 3 વસ્તુઓ, શરીરમાં ડબલ સ્પીડમાં વધશે લોહી

બેડ કોલેસ્ટ્રોલ 

મગની દાળનું પાણી હાર્ટ માટે પણ લાભકારી હોય છે. તેનાથી નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ બહાર કાઢવામાં મદદ મળે છે. મગની દાળનું પાણી રક્ત વાહિનીઓને સાફ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. નિયમિત મગની દાળનું પાણી પીવાથી હાર્ટ હેલ્થ સારી રહે છે. 

આ પણ વાંચો: આંખ સતત ફરકતી હોય તો શુભ-અશુભની ચિંતા છોડી આ કામ કરવું, આંખનું ઝબુકવું તુરંત અટકશે

પાચનતંત્ર મજબૂત થશે 

પાચન સંબંધિત સમસ્યાઓ આજના સમયની સૌથી સામાન્ય તકલીફો છે. મગની દાળનું પાણી બચવામાં હળવું હોય છે. તેનું પાણી પીવાથી પેટની ગરમી, ગેસ, કબજિયાત અને અપચાથી રાહત થાય છે. આ બધી સમસ્યાઓ સામાન્ય લાગે છે પરંતુ તે ફેટી લીવરનું મુખ્ય કારણ બની શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More