Home> Health
Advertisement
Prev
Next

Bad Breath: સવારે મોં સાફ કર્યા પછી પણ વાસ આવે છે ? તો બ્રશ કર્યા પછી આ વસ્તુ ચાવીને ખાઈ લો

How to cure Bad Breath: બ્રશ કરી લીધા પછી પણ શ્વાસની દુર્ગંધ દુર થવાનું નામ ન લેતી હોય તો આ સમસ્યાને દુર કરવા રુટીનમાં કેટલીક વસ્તુઓ ચાવીને ખાવાનું શરુ કરો. તેનાથી શ્વાસની દુર્ગંધ દુર થશે.
 

Bad Breath: સવારે મોં સાફ કર્યા પછી પણ વાસ આવે છે ? તો બ્રશ કર્યા પછી આ વસ્તુ ચાવીને ખાઈ લો

How to cure Bad Breath: ઘણા લોકો સવારે બ્રશ કરે અને મોં સાફ કરી લે તેમ છતાં તેમને શ્વાસમાંથી વાસ આવવાની સમસ્યા સતાવે છે. શ્વાસમાંથી સતત વાસ આવવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. બ્રશ કર્યા પછી પણ શ્વાસમાંથી વાસ આવવી તેની પાછળ મસાલેદાર આહાર અને સ્વાસ્થ્ય સમસ્યા જવાબદાર હોઈ શકે છે. જો તમે પણ ફ્રેશ બ્રેથ આખો દિવસ જાળવી રાખવા માંગો છો અને મોઢાની દુર્ગંધથી મુક્તિ મેળવવા માંગો છો તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ. રૂટિનમાં આ આદતોને ફોલો કરવાથી શ્વાસમાંથી આવતી વાસની સમસ્યા દૂર થશે અને લોકોની વચ્ચે શરમજનક સ્થિતિમાં નહીં મૂકાવવું પડે. 

fallbacks

આ પણ વાંચો: Lasoda Benefits: ઉનાળામાં જ મળતાં ગુંદા શરીર માટે નેચરલ ઔષધી, જાણો તેના ફાયદા

બ્રશ કર્યા પછી પણ શ્વાસમાંથી વાસ આવવાના કારણ 

- વધારે પડતું મસાલેદાર ભોજન કે લસણ, ડુંગળી જેવી વસ્તુઓનું સેવન કરવાથી મોઢામાંથી વાસ આવી શકે છે. 
- જો બરાબર રીતે બ્રશ કરવામાં ન આવે અને દાંતની વચ્ચે બેક્ટેરિયા વધી રહ્યા હોય તો પણ મોઢામાંથી વાસ આવે છે. 
- પેટની સમસ્યા કે કોઈ ગેસ્ટ્રીક સમસ્યા હોય ત્યારે પણ મોઢામાંથી વાસ આવી શકે છે. 

આ પણ વાંચો: Pomegranate: રોજ આ સમયે 1 વાટકી દાડમ ખાવાનું શરુ કરો, શરીરમાં દેખાશે પોઝિટિવ ફેરફાર

શ્વાસની દુર્ગંધને દુર કરવાના ઘરેલુ ઉપાય 

1. શ્વાસમાં તાજગી જાળવી રાખવા માટે બ્રશ કર્યા પછી તુલસીના અથવા તો ફુદીનાના પાન ધીરે ધીરે ચાવીને ખાવા તેનાથી પ્રાકૃતિક રીતે  બદબૂ ઓછી થાય છે. 

2. બ્રશ કર્યા ઉપરાંત મોઢાની સારી રીતે સફાઈ કરવી જોઈએ નિયમિત રીતે જીભને પણ સાફ કરવી. કંઈ પણ વસ્તુ ખાધા પીધા પછી એન્ટી બેક્ટેરિયલ માઉથવોશનો ઉપયોગ કરવો અને કોગળા કરવા. 

આ પણ વાંચો: ઘરથી નીકળો ત્યારે આ વાતોનું રાખો ધ્યાન, ગરમ હવાથી બચી જશો અને લૂ પણ નહીં લાગે

3. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો પૂરતું પાણી પીવામાં ન આવે તો મોઢું સુકાઈ જાય છે અને તેના કારણે પણ શ્વાસમાંથી વાસ આવે છે. 

4. જમ્યા પછી વરીયાળી કે એલચી મોઢામાં રાખી ધીરે ધીરે ચાવવી. તેનાથી બેક્ટેરિયા પણ દૂર થાય છે અને મોઢામાંથી આવતી ભોજનની દુર્ગંધથી પણ મુક્તિ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More