Cheapest Recharge Plans: શું તમે લાંબા સમય સુધી વેલિડિટી સાથે આવતા રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો? જો હા, તો શું તમે પ્લાનમાં માત્ર વેલિડિટી ઇચ્છો છો કે ઓછી કિંમતે વધુ લાભો ઇચ્છો છો? જો જવાબ વધુ વેલિડિટી સાથેનો રિચાર્જ પ્લાન છે અને ઓછી કિંમતે લાભો છે, તો તમે લગભગ 3 મહિના માટે પ્લાન અપનાવવાનું વિચારી શકો છો.
ભારતની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ - રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા તેમના યૂઝર્સને લગભગ 3 મહિના એટલે કે 84 દિવસ માટે વિવિધ પ્લાન ઓફર કરે છે. ચાલો જાણીએ કોના પ્લાન શ્રેષ્ઠ અને સસ્તા હોઈ શકે છે?
કોનું રિચાર્જ સૌથી સસ્તું છે?
Jioનો 84 દિવસનો પ્લાન
સૌ પ્રથમ જો આપણે Jioના 84 દિવસના રિચાર્જ પ્લાન વિશે વાત કરીએ તો કંપની ફક્ત 799 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. લગભગ 3 મહિનાની વેલિડિટી સાથે આ પ્લાન અનલિમિટેડ કૉલિંગ સુવિધા સાથે આવે છે જે તમામ નેટવર્ક કૉલિંગને સપોર્ટ કરે છે. પ્લાન સાથેના અન્ય ફાયદાઓમાં ડેટા, SMS અને OTT સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા, દરરોજ 100 SMS અને Jio એપ્સની ફ્રી એક્સેસ સાથે આવે છે. Jio TV, Jio Hotstar અને Jio Cloud સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
Airtelનો 84 દિવસનો રિચાર્જ પ્લાન
જો તમે લગભગ 3 મહિના એટલે કે 84 દિવસ માટે રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો તમે એરટેલનો રૂ. 859નો પ્લાન અપનાવી શકો છો. આ સાથે ડેટા, કૉલિંગ અને SMS સુવિધાઓ ઉપલબ્ધ છે. એરટેલના રૂ. 859ના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, રોજ 100 SMS અને રોજ 1.5GB ડેટાની સુવિધા ઉપલબ્ધ છે.
Vi નો સસ્તો પ્લાન
વોડાફોન આઈડિયા દ્વારા 979 રૂપિયાનો રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ સુધીની છે. આ સાથે ગ્રાહકોને કુલ 168GB ડેટાની સુવિધા મળે છે. આ પ્લાન દરરોજ 2GB ડેટા સાથે આવે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા પણ ઉપલબ્ધ છે. એરટેલ અને જિયોની તુલનામાં વોડાફોન આઈડિયાનો આ 3 મહિનાનો પ્લાન થોડો મોંઘો છે, પરંતુ તે દરરોજ 2 જીબી ડેટાની સુવિધા આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે