Red Eyes In Morning: સવારે જાગો ત્યારે આંખ લાલ કે સોજેલી દેખાતી હોય તો આ વાત સામાન્ય નથી. શરીરનું સૌથી નાજુક અંગ આંખ હોય છે. આપણું શરીર સ્વસ્થ છે કે નહીં તેની જાણકારી પણ આંખ દ્વારા મળે છે. ઘણા લોકો સવારે જાગે ત્યારે તેમની આંખ લાલ હોય છે. આ સમસ્યા શરીરમાં વધતી ગંભીર બીમારીનું શરુઆતી લક્ષણ પણ હોય શકે છે. તેથી સવારે આંખ લાલ રહેતી હોય તો તેને ઈગ્નોર ન કરો. તે 5 સંભવિત બીમારીનું લક્ષણ હોય શકે છે.
આ પણ વાંચો :ઉનાળામાં આ 5 વસ્તુઓને નાસ્તામાં કરો સામેલ, આખો દિવસ શરીર હાઈડ્રેટેડ રહેશે
એલર્જી
સવારે આંખ લાલ દેખાવી તે એલર્જીના કારણે પણ હોય શકે છે. વાતાવરણના કારણે કે પછી એલર્જિક રિએકશનના કારણે આંખ લાલ થઈ જાય છે અને સોજી પણ જાય છે. જો તમને વારંવાર આ સમસ્યા થાય તો એલર્જી ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
આ પણ વાંચો : આ 5 માંથી કોઈ 1 વસ્તુ ઉમેરી દૂધ રોજ પીવું, દૂધનો સ્વાદ અને ફાયદા બંને વધી જશે
પિંક આઈ
કંન્જક્ટિવાઈટિસ એક ચેપી રોગ છે. જે બેક્ટેરિયા, વાયરસના કારણે થાય છે. આ બીમારીમાં આંખ લાલ થઈ જાય છે, તેમાંથી ચીકણઉં પાણી નીકળે છે. બળતરા થાય છે. આ રોગ ચેપી છે જે બીજાને ઝડપથી લાગુ પડે છે. તેથી આ લક્ષણને ઈગ્નોર કરવું નહીં અને ડોક્ટરને તુરંત દેખાડવું.
આ પણ વાંચો : Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધે એટલે સૌથી પહેલા શરીરના આ અંગમાં દુખાવો શરુ થાય
ડ્રાય આઈ સિંડ્રોમ
સ્ક્રીન ટાઈમ વધારે હોય તે લોકોને આ સમસ્યા થાય છે. વધારે સ્ક્રીન ટાઈમના કારણે આંખ સુકાઈ જાય છે. જેના કારણે સવારે જાગો ત્યારે આંખ લાલ દેખાય છે અને બળતરા પણ અનુભવાય છે.
આ પણ વાંચો : Worst Food Combinations: કાકડી સાથે આ વસ્તુ ક્યારેય ન ખાવી, પેટમાં જતા જ બની જાય ઝેર
ઓછી ઊંઘ
ઊંઘ બરાબર થતી ન હોય, સ્ટ્રેસ રહેતો હોય તો પણ સવારે આંખ લાલ થઈ જાય છે. ઓછી ઊંઘના કારણે આંખના સ્નાયૂ થાકી જાય છે અને નસો સુકાઈ જાય છે. તેથી નિયમિત 7 થી 8 કલાક ઊંઘ કરવી જોઈએ.
આ પણ વાંચો : Bel Juice: ઉનાળામાં સવારે ખાલી બીલાનું શરબત પીવાથી થશે 5 જબરદસ્ત ફાયદા
ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા
ગ્લૂકોમા, યૂવાઈટિસ, થાયરોઈડ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યામાં પણ આંખ લાલ દેખાય છે. જો આંખ સવારે લાલ રહેતી હોય, દુખાવો થતો હોય તે ધુંધળુ દેખાતું હોય તો તુરંત આઈ સ્પેશ્યાલિસ્ટને દેખાડવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે