Shikhar Dhawan and Shophie Shine : ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ શિખર ધવને ભલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તે હજુ પણ ચર્ચામાં છે. હાલમાં તેના નવા અફેરની ચર્ચાઓ ચરમસીમા પર છે, ધવનનું નામ સોફી શાઈન સાથે જોડવામાં આવી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બંને પહેલીવાર સાથે જોવા મળ્યા હતા.આ પછી બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરંતુ હવે ધવન અને સોફીનો એક વીડિયો સામે આવ્યો છે જેના પરથી તેમના સંબંધોનો અંદાજ લગાવી શકાય છે.
Video: 'અરે,પહેલા મને તો પૂછો', DRSને લઈને બબાલ...શ્રેયસ અય્યર અમ્પાયર પર થયો ગુસ્સે
ધવન એરપોર્ટ પર જોવા મળ્યો હતો
હાલમાં જ શિખર ધવન અને સોફીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી તેમના સંબંધોના મુદ્દાએ વેગ પકડ્યો. હવે આ ચર્ચાઓ વચ્ચે ધવનની ફની રીલ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ગબ્બરની રીલ પર ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.
રીલમાં બધું સ્પષ્ટ થઈ ગયું
શિખર ધવન અને સોફીએ આ રીલ એકસાથે પોસ્ટ કરી છે. બંને રીલમાં અભિનય કરતા જોવા મળે છે. સોફીએ ધવનને કહ્યું, 'મને અહીંથી જવાનું મન નથી થતું, હું તમારી સાથે રહેવા માંગુ છું.' જે પછી શિખર ધવન કહે છે, 'મા ઘરે કામ કરાવતી હશે.' આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અભિષેક શર્માએ સિક્રેટ ચિઠ્ઠીમાં લખી દિલની વાત...મેચ બાદ ટ્રેવિસ હેડે ખોલ્યું રહસ્ય
કોણ છે સોફી શાઈન ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોફી શાઈન આયર્લેન્ડથી આવે છે. તે પ્રોડક્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તેણે આયર્લેન્ડમાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તે હાલમાં નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહી છે અને હાલમાં અબુ ધાબીમાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે