Home> Health
Advertisement
Prev
Next

Rice Kanji: ગટ હેલ્થ સુધારે છે અને પેટની ગરમીને શાંત કરે છે ચોખાની કાંજી, વધેલા ભાતમાંથી આ રીતે બનાવી શકો છો કાંજી

Rice Kanji Health Benefits: ચોખાની કાંજી અનેક બોલીવુડ કલાકારોની ફીટનેસનું સીક્રેટ છે. કારણ કે રાઈસ કાંજી પેટની ગરમીને શાંત કરે છે અને તેનાથી ગટ હેલ્થ સુધરે છે. ઘરે પણ તમે ભાતમાંથી આ કાંજી બનાવી શકો છો. આજે તમને ચોખાની કાંજી બનાવવાની 2 રીત જણાવીએ.
 

Rice Kanji: ગટ હેલ્થ સુધારે છે અને પેટની ગરમીને શાંત કરે છે ચોખાની કાંજી, વધેલા ભાતમાંથી આ રીતે બનાવી શકો છો કાંજી

Rice Kanji Health Benefits: આજના સમયમાં મોટાભાગના લોકો પેટ સંબંધિત સમસ્યાથી પરેશાન રહે છે. જ્યારે પેટ ખરાબ હોય ત્યારે શરીરમાં અલગ અલગ તકલીફો વધવા લાગે. સમસ્યાઓને દૂર કરી પેટની ગરમીને શાંત કરવા માટે ચોખાની કાંજી નો ઉપયોગ કરવો લાભકારી રહે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં જ્યારે પેટની તકલીફો અને પેટની ગરમી વધી જતી હોય છે ત્યારે ચોખાની કાંજી શરીર માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: રોજ 1 ચમચી ગુલકંદ ખાવાનું શરુ કરો, ગરમીના કારણે થતી 5 સમસ્યામાં દવા નહીં કરવી પડે

ચોખાની કાંજીના ફાયદા 

ચોખાની કાંજી પીવાથી પેટની ગરમી શાંત થાય છે. તેને પીવાથી પાચન સુધરે છે. ચોખાની કાંજી પીવાથી આંતરડાની સફાઈ થાય છે. આજે તમને ચોખાની કાંજી કેવી રીતે બનાવી તે જણાવીએ. ઘરે તમે વધેલા ભાતમાંથી પણ ચોખાની કાંજી બનાવી શકો છો. ચોખાની કાંજી બનાવવી ખૂબ જ સરળ છે. આજે તમને ચોખાની કાનજી બનાવવાની સાચી રીત જણાવી દઈએ. 

આ પણ વાંચો: Bad Food Combinations: તરબૂચ અને શક્કરટેટી એકસાથે ખાવાથી થતા નુકસાન

ચોખાની કાંજી કેવી રીતે બનાવવી ?

ચોખાની કાંજી બનાવવા માટે બપોરના સમયે કરેલા ભાતમાંથી જો થોડા ભાત વધે તો તેને એક વાસણમાં લઈ તેમાં ત્રણ કપ પાણી ઉમેરો. હવે ભાતને પાણીમાં આખી રાત રહેવા દો. ચોખાની કાંજી બનાવવા માટે ચોખાને પાણીમાં 18 થી 20 કલાક સુધી પલાળવા પડે છે. ચોખા પલળી જાય પછી તેને બરાબર મેશ કરી તેમાં મીઠું ઉમેરી જીરું તથા લીમડાનો વઘાર કરવો.ચોખાની કાંજી લેવાનો સૌથી બેસ્ટ સમય સવારનો હોય છે. સવારે નાસ્તામાં ચોખાની કાંજી લેવી બેસ્ટ ઓપ્શન છે. 

આ પણ વાંચો: કિડનીમાં સોજો આવે ત્યારે શરીરમાં દેખાય આ 5 ફેરફાર, ઈગ્નોર કરવાથી કિડની થઈ જાય ડેમેજ

ચોખાની કાંજી પીવાથી થતા ફાયદા 

ચોખાની કાંજીમાં ઘણા બધા પ્રોબાયોટિક તત્વો હોય છે. જે બોડીમાં ગુડ બેક્ટેરિયા વધારે છે અને પાચન સુધારે છે. ગરમીના દિવસોમાં સવારે મસાલાવાળો કે ઓઇલી નાસ્તો કરવાથી પેટમાં બળતરા, એસીડીટી કે ડાઈજેશનની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં ચોખાની કાંજી બેસ્ટ ઓપ્શન રહે છે તેનાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. ગરમીના દિવસોમાં ચોખાની કાંજી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને ડિહાઇડ્રેશન થતું નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More