Home> Health
Advertisement
Prev
Next

Tetanus Injection: ધનુરનું ઈન્જેકશન ઈજા પછી કેટલા સમયમાં લેવું જરૂરી ? ટીટેનસ ઈન્જેકશન ન લેવામાં આવે તો શું થાય ?

Tetanus Symptoms and Treatment: ઘણીવાર લોકો લોઢાની વસ્તુથી થયેલી ઈજાને સામાન્ય ગણી અવગણે છે. પરંતુ આ ભુલ ટીટેનસ જેવી જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. તેથી જ લોઢાથી ઈજા થાય તો ધનુરનું ઈન્જેકશન લેવું જરૂરી હોય છે.

Tetanus Injection: ધનુરનું ઈન્જેકશન ઈજા પછી કેટલા સમયમાં લેવું જરૂરી ? ટીટેનસ ઈન્જેકશન ન લેવામાં આવે તો શું થાય ?

Tetanus Symptoms and Treatment: વાતાવરણમાં ફેરફારના કારણે વાયરલ ઈન્ફેકશન, રમતાં રમતાં ઈજા થઈ જાય કે ઘરમાં કામકાજ કરતી વખતે લોઢાની વસ્તુથી ઈજા થાય તો ટીટેનસનું ઈન્જેકશન લેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી કે સામાન્ય લાગતું આ ઈન્જેકશન લેવું જરૂરી શા માટે છે? જો ઈજા થયા પછી ટીટેનસનું ઈન્જેકશન ન લેવામાં આવે તો શરીર પર કેવી અસર થાય છે? તો ચાલો તમને જણાવીએ લોઢાની વસ્તુથી ઈજા થાય તો ટીટેસનનું ઈન્જેકશન લેવું શા માટે જરૂરી છે અને ઈન્જેકશન ન લેવામાં આવે તો શું થાય ?

fallbacks

આ પણ વાંચો: Tooth Cavity Remedy: જમ્યા પછી રોજ ચાવી લો આ 1 વસ્તુ, દાંત ક્યારેય નહીં થાય સડો

જીવલેણ સાબિત થાય છે ધનુર લોઢાની નાનામાં નાની વસ્તુથી પણ ઈજા થાય તો અને તમે તેને સામાન્ય ઈજા ગણી છોડી દો છો અને સમયસર ઈલાજ નથી કરતા તો આ નાનકડી બેદરકારી ધનુર જેવી જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. ટીટેનસ એક બેક્ટેરિયલ સંક્રમણ છે જે બેક્ટેરિયાના કારણે થાય છે. આ બેક્ટેરિયા શરીરની નસો અને સ્નાયૂને પ્રભાવિત કરે છે. શરીરમાં કોઈ ઈજા થઈ હોય તો સમય રહેતા તેના માટે રસી ન લેવામાં આવે તો નાનકડી ઈજા પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ચોમાસામાં ઉધરસ-શરદી સહિતની સમસ્યા નહીં થાય, ચા માં આ મસાલો ઉમેરી પીવાનું શરુ કરી દો

ટીટેનસનું ઈંજેકશન ક્યારે લેવું ?

હેલ્થ એક્સપર્ટના જણાવ્યાનુસાર લોઢાની વસ્તુથી ઈજા થાય ખાસ કરીને જે વસ્તુ પર કાટ લાગેલો હોય તેનાથી શરીર પર નાનકડી ઈજા થાય તો પણ ટીટેનસનું ઈંજેકશન લેવું જોઈએ. ઘરમાં કામ કરતી વખતે ચાકુ, કાતર, ખીલ્લી, ટાંકણી વગેરે વસ્તુઓ પણ લાગી જાય તો ઈન્જેકશન લેવું જરૂરી છે. ડોક્ટર જણાવે છે કે ઈજા થયાના 24 કલાકની અંદર ટીટેનસનું ઈન્જેકશન લેવું જરૂરી છે. ઈજા સિવાય કોઈ પ્રાણી કરડે તો પણ ટીટેનસ ઈન્જેકશન લેવું જોઈએ. ખાસ કરીને કુતરું કે બિલાડી કરડે તો ટીટેનસનું ઈન્જેકશન લેવું અનિવાર્ય છે.

આ પણ વાંચો: લીંબુ અને લવિંગ એકસાથે આ રીતે ખાવાથી 3 દિવસમાં શરીરમાં દેખાશે જબરદસ્ત ફાયદા

ટીટેનસના ઈન્જેકશનના ડોઝ ગર્ભાવસ્થા દરમિયાન ટીટેનસના 2 ડોઝ આપવામાં આવે છે તેનાથી માં અને નવજાત શિશ સંક્રમણથી સુરક્ષિત રહે. ટીટેનસનું ઈન્જેકશન લેવાથી સંક્રમણથી બચી શકાય છે. બાળકોને પણ 5 વર્ષની ઉંમર સુધીમાં 5 વાર અને કિશોરાવસ્થામાં બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ફેટી લીવરનો મફત ઈલાજ છે આ 5 હોમમેડ ડ્રિંક્સ, ગણતરીના દિવસોમાં દેખાવા લાગશે અસર

ટીટેનસનું ઈન્જેકશન ન લેવામાં આવે તો શું થાય ?

ઈજા થયા પછી ટીટેનસનું ઈન્જેકશન લેવામાં વધારે સમય ન વેડફવો. કારણ કે ઈન્જેકશન જેટલું મોડું લેવામાં આવે એટલું જોખમ વધે છે. ટીટેનસનું ઈન્જેકશન મોડું લેવામાં આવે તો સ્નાયૂમાં ખેંચાણ, ખાસ કરીને જડબા અને ગરદનમાં ખેચાણ થઈ શકે છે. ધીરે ધીરે શરીર અકડાવા લાગે છે અને ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે. શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને ઘણીવાર આ સ્થિતિના કારણ શ્વાસ બંધ પણ થઈ જાય છે. સ્થિતિ ગંભીર થઈ જાય તો ધનુરના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More