Tulsi Manjari Upay: તુલસીનો છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી સવારે અને સાંજે તુલસીની પૂજા કરવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા અને ધન, સમૃદ્ધિ વધે છે. તુલસીનો છોડ અચાનક જ વધવા લાગે અને લીલો થવા લાગે તો તે ભવિષ્યમાં થનારી શુભ ઘટનાનો સંકેત હોય છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માંજર આવે તો તેનો અર્થ થાય છે કે તુલસી દુઃખી છે. પરંતુ તુલસીમાં માંજર આવવા પર અપાર સુખ-સમૃદ્ધિ પણ મળી શકે છે તેના માટે કેટલાક સરળ ઉપાય કરવાના હોય છે.
તુલસીના માંજરના ઉપાય
આ પણ વાંચો: 18 જુલાઈથી કર્ક રાશિમાં વક્રી રહેશે બુધ, જાણો મેષથી લઈ મીન રાશિ પર કેવો પડશે પ્રભાવ
નકારાત્મક ઉર્જા દૂર કરવાનો ઉપાય
જો ઘરમાં નકારાત્મક ઊર્જા હોય તો ગંગાજળમાં તુલસીના માંજર ઉમેરીને અઠવાડિયામાં બે વખત આ ગંગાજળ ઘરમાં છાંટો. આમ કરવાથી નેગેટિવ એનર્જી દૂર થશે અને સકારાત્મક ઊર્જા વધશે.
આ પણ વાંચો: ભગવદ્ ગીતાના 5 ઉપદેશ, જે સમજી જાય તેની જીંદગી બદલી જાય, દરેક કામમાં મળશે સફળતા
ધન પ્રાપ્તિનો ઉપાય
ધન વૃદ્ધિ કરવી હોય તો શુક્રવારે માં લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો. પૂજામાં લક્ષ્મીજીના ચરણોમાં તુલસીના માંજર અર્પણ કરો. પૂજા પછી તુલસીના માંજર લાલ કપડામાં બાંધી તીજોરીમાં રાખી દો. આમ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહેશે સાથે જ ઘરમાં ક્યારે પૈસાની તંગી નહીં સર્જાય.
આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારથી શરુ થશે શ્રાવણ મહિનો? જાણો સોમવારના વ્રતના લાભ અને શિવ પૂજાની વિધિ
મનોકામના પૂર્તિનો ઉપાય
જો તમારી કોઈ મનોકામના છે અને તેને પૂરી કરવી છે તો દર શુક્રવારે માં લક્ષ્મીની પૂજા કરો, માં લક્ષ્મી ને પૂજામાં તુલસીના માંજર અર્પણ કરો અને પછી પોતાની મનોકામના જણાવો. માતા લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરો. આમ કરવાથી જલદી જ મનોકામના પૂરી થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે