Home Remedy For Constipation: આજના સમયમાં કબજિયાતની ફરિયાદ સામાન્ય બની ચૂકી છે. દોડધામ ભરેલી જિંદગી અને અનિયમિત દિનચર્યા જે લોકોની હોય છે તેમને પેટ સાફ ન થવાની તકલીફ વધારે જોવા મળે છે. આવા લોકોને સવારે પેટ સાફ બરાબર આવતું નથી જેના કારણે આખો દિવસ પેટમાં ભારે પણ ગેસ અને ચીડીયાપણું અનુભવાય છે. જોકે કબજિયાતને એક સરળ ઉપાય કરીને મટાડી શકાય છે. પરંતુ મોટાભાગના લોકો આ વિશે જાણતા નથી હોતા. કબજિયાતને કોઈપણ દવા વિના મટાડવી હોય તો સવારે જાગીને આ કામ કરી લેવું.
આ પણ વાંચો: ઉનાળામાં આ સમયે દહીં ખાવું સૌથી ખરાબ, માથાના દુખાવો, બ્લોટિંગ સહિતની તકલીફો વધી જશે
આયુર્વેદ અને યોગ નિષ્ણાંતો અનુસાર સવારે કકાસન અથવા તો મલાસનની સ્થિતિમાં પાંચ મિનિટ બેસવું અને હુંફાળું પાણી પીવું. આ પોઝિશનમાં બેસીને હુંફાળું પાણી પીવાથી પાચનતંત્ર એક્ટિવ થઈ જાય છે. આ સ્થિતિમાં બેસીને હુંફાળું પાણી પીવો શરીરની ગંદકી બહાર કાઢવા માટે પ્રભાવી માનવામાં આવે છે. આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે તે પણ જાણી લો.
આ પણ વાંચો: Rice Kanji: ગટ હેલ્થ સુધારી, પેટની ગરમીને શાંત કરશે ચોખાની કાંજી, આ રીતે બનાવો ઘરે
સવારે જાગો એટલે કંઈ પણ ખાધા કે પીધા વિના મલાસનની સ્થિતિમાં બેસો. આ મુદ્રા કરવા માટે ગોઠણને વાળીને ઉભડક બેસવું. હાથને નમસ્કારની મુદ્રામાં રાખો અને કોણીથી ઘૂંટણ પર હળવું પ્રેશર કરો. આ પોઝિશનમાં બેસવાથી પેટના નીચેના ભાગમાં રક્તસંચાર વધે છે અને આંતરડાની ક્રિયાશીલતા ઉત્તેજિત થાય.
આ પણ વાંચો: રોજ 1 ચમચી ગુલકંદ ખાવાનું શરુ કરો, ગરમીના કારણે થતી 5 સમસ્યામાં દવા નહીં કરવી પડે
પાંચ મિનિટ આ મુદ્રામાં બેઠા પછી ધીરે ધીરે એક ગ્લાસ હુંફાળું પાણી આ સ્થિતિમાં બેસીને જ પીવો. તેનાથી શરીરના અંદરના અંગ એક્ટિવ થાય છે અને આંતરડાની સફાઈ સારી રીતે થાય છે. સવારે હુંફાળું પાણી પીવું મેટાબોલિઝમને પણ બુસ્ટ કરે છે અને પાચન ક્રિયા સુધરે છે.
આ યોગ કરવાથી થતા ફાયદા
આ પણ વાંચો: કિડનીમાં સોજો આવે ત્યારે શરીરમાં દેખાય આ 5 ફેરફાર, ઈગ્નોર કરવાથી કિડની થઈ જાય ડેમેજ
રોજ સવારે પાંચ મિનિટ આ યોગમુદ્રામાં બેસીને હૂંફાળું પાણી પીવાનું રાખશો તો કબજિયાતથી રાહત મળવાની સાથે જ અન્ય ફાયદા પણ થશે. નિયમિત આ ક્રિયા કરવાથી ગેસ અને એસિડિટીની તકલીફ ઓછી થઈ જાય છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પાચન શક્તિ સુધરે છે અને દિવસ એનર્જીથી પસાર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે