Health News: શરીરને સ્વસ્થ રાખવા માટે હ્રદય, કિડની, ફેફસા અને લિવરને સ્વસ્થ રાખવું જરૂરી છે. ખાવા અને પીવાની અસર લિવરના સ્વાસ્થ્ય પર વધુ પડે છે. લિવર ભલે શરીરનું મોટું અને મજબૂત અંગ હોય, પરંતુ તેમાં સમસ્યા આવવા પર સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનું કારણ છે કે લિવર ખરાબ થવાના લક્ષણો મોડેથી નજર આવવા. ઘણીવાર લોકો હળવા લક્ષણોને સમજી શકતા નથી કે બેદરકારી દાખવે છે. ત્યાં સુધી લિવરમાં ઘણું નુકસાન થઈ જાય છે. તેથી લિવર ખરાબ થવાના આ લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. જાણો લિવર ખરાબ થવાનું સૌથી મોટું કારણ શું છે?
પેટના ઉપરના ભાગમાં દુખાવો રહે છે તો સમજી લો લિવરમાં સમસ્યા છે. લિવરમાં સોજા થવા પર ઘણીવાર પેટમાં હળવો દુખાવો રહે છે. જો વધુ એસિડિટી રહે છે, ગેસ બને છે કે ભૂખ ઓછી લાગે છે તો તે લિવર ડેમેજનો સંકેત છે. આ સ્થિતિ નજરઅંદાજ કરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની છે. જો તમને કોઈ આવા લક્ષણ જોવા મળે તો ડોક્ટરને દેખાડો.
લિવર ખરાબ થવાનું સૌથી મોટું લક્ષણ
પહેલું લક્ષણ- લિવરને નુકસાન થવાનું એક મહત્વપૂર્ણ લક્ષણ તમારી આંખો અને ત્વચામાં પણ જોવા મળે છે. ત્વચા અથવા આંખોનો સફેદ ભાગ પીળો પડવો એ લિવરને નુકસાન થવાનું એક મુખ્ય લક્ષણ છે. કમળો એ લિવર રોગનું લક્ષણ છે.
આ પણ વાંચોઃ કોલેસ્ટ્રોલ વધવાથી આંખમાં જોવા મળે છે આ 4 લક્ષણ, ગમે ત્યારે બંધ થઈ જશે નસો
બીજું લક્ષણ- જો પેટમાં દુખાવો ચાલુ રહે છે, તો તે લિવરમાં સોજો આવવાને કારણે હોઈ શકે છે. આ ઉપરાંત, પગ અને ઘૂંટીઓમાં સોજો આવવો એ પણ લિવર રોગની નિશાની છે. ત્વચામાં ખંજવાળ પણ લિવર સાથે સંબંધિત માનવામાં આવે છે. આ પિત્ત વધવા અથવા ઘટવાને કારણે હોઈ શકે છે.
ત્રીજું લક્ષણઃ ત્રીજું લક્ષણ- જો તમારા મળનો રંગ ઘેરો હોય, તો તે લિવરને નુકસાનનું પણ સંકેત હોઈ શકે છે. પીળા રંગનો મળ પણ લિવરને નુકસાનનું લક્ષણ છે. ઉલટી, ઉબકા, ભૂખનો અભાવ અને તેના કારણે સતત થાક અને નબળાઈ એ લિવરને નુકસાનના લક્ષણો હોઈ શકે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે