અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં ગરમીનો પારો 40થી વધીને 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે... જેના કારણે લોકોને આંખોની સમસ્યામાં સૌથી મોટો વધારો થયો છે... જેમાં સૌથી વધારે બાળકો તેના શિકાર બની રહ્યા છે... તેની પાછળ મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે... ત્યારે અચાનક કેમ આંખોની સમસ્યામાં વધારો થયો?... તેના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ?... જોઈશું આ અહેવાલમાં...
એવું નથી આજના સમયમાં યુવાઓથી લઈને મોટી ઉંમરના લોકો પણ મોબાઈલના પ્રેમી બની ગયા છે. તેમાં પણ હવે લોકોને રીલ્સનું એવું ઘેલું લાગ્યું છે કે તેઓ જ્યારે સમય મળે ત્યારે રીલ્સ જોવા લાગે છે. લોકો રીલ્સને મનોરંજનનું સાધન બનાવી દીધું છે... પરંતુ તેના કારણે તેમની મુસીબતમાં પણ વધારો થયો છે...
સ્ક્રીન ટાઈમથી કઈ રીતે લોકોની મુશ્કેલી વધી તે પણ જાણી લો...
એક સ્ટડી પ્રમાણે માણસનો સરેરાશ અટેન્શન સ્પેન 2.5 મિનિટ હતો...
પરંતુ છેલ્લાં 20 વર્ષમાં તે ઘટીને માત્ર 47 સેકંડ રહી ગયો છે...
છેલ્લાં કેટલાંક સમયમાં બાળકો અને કિશોરનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે...
સ્ક્રીન ટાઈમ વધવાથી વિદ્યાર્થીઓના સ્કૂલ-કોલેજના અભ્યાસ પર અસર થઈ રહી છે.
બાળકના પરિવારના લોકો સાથેના સંબંધ પર ઉંડી અસર થઈ છે...
લોકોની ફિઝિકલ ફિટનેસ પર સૌથી ખરાબ અસર થઈ છે...
સ્ક્રીન ટાઈમ વધવાથી ડ્રાય આઈઝના કેસમાં વધારો થયો છે...
આ પણ વાંચોઃ Watermelon: તરબૂચ જમ્યા પહેલા ખવાય કે જમ્યા પછી? જાણો તરબૂચ ખાવાનો બેસ્ટ સમય કયો છે?
ડ્રાય આઈઝના કેસમાં હવે વધુ એક કારણ સામે આવ્યું છે કે તેની પાછળ ગરમી પણ જવાબદાર છે... કેમ કે ગરમી વધુ પડતાં લોકો એસી અને એર કૂલરમાં રહેવાનું પસંદ કરે છે... જેના કારણે પણ આંખો ડ્રાય થઈ રહી છે
જો તમે એર કૂલર કે એસીનો વધારે ઉપયોગ કરતાં હોય તો ચેતી જજો... નહીં તો તમે પણ ડ્રાય આય્ઝના શિકાર બની શકો છો... પરંતુ એવું નથી કે તેનાથી બચી ન શકાય... તેના માટે કેટલાંક ઉપાયો પણ છે જેનું પાલન કરવાથી આ સમસ્યાથી બચી શકાય છે.
ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ...
શક્ય હોય તો ચશ્મા અને ટોપી પહેરવી જોઈએ...
ધૂળ ઉડતી હોય તો ચશ્મા પહેરવાં જોઈએ...
આંખોમાં બળતરા થતી હોય તો ઠંડો શેક કરવો જોઈએ...
કમ્પ્યુટર અને મોબાઈલનો સતત 20 મિનિટથી વધુ ઉપયોગ ન કરો...
બંનેના ઉપયોગ બાદ 20 મિનિટનો આંખને આરામ આપવો જોઈએ...
હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે... તેની વચ્ચે ડ્રાય આય્ઝના કેસમાં સતત વધારો થયો છે... ત્યારે જો તમને આવી કોઈપણ સમસ્યા હોય તો તાત્કાલિક આંખના ડોક્ટરનો સંપર્ક કરો. આંખોને રાખો સુરક્ષિત. દુનિયાને નિહાળો જિંદગીભર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે