Helath News: જો તમે સમય રહેતાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર ન કરો તો તમારી હાર્ટનું સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. હાઈ બીપી સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે. આવો પોષક તત્વોથી ભરપૂર કેટલાક ફૂડ્સ વિશે જાણીએ, જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
બીટ અને ટામેટાનું કરો સેવન
બીટ અને ટામેટા, બંને વસ્તુને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે જો તમે હાઈ બીપી પર કાબૂ મેળવવા ઈચ્છો છો તો બીટનું સેવન શરૂ કરી દો. આ સિવાય ટામેટામાં જોવા મળતા પોષક તત્વો હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ડાયટ પ્લાનમાં સામેલ કરો આ ફળ
શું તમે જાણો છો કે પોટેશિયમ રિચ કેળા તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે? જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તેણે પોતાના ડાયટ પ્લાનમાં કેળાને જરૂર સામેલ કરવા જોઈએ. તમને જણાવી દઈએ કે જાંબુમાં જોવા મળતા પોષક તત્વો પણ હાઈ બીપીની સમસ્યા દૂર કરવા માટે રામબાણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ હાર્ટ એટેકના 30 દિવસ પહેલા જોવા મળે છે આ લક્ષણ, ઓળખી લીધા તો બચી જશે જીવ
ડાયટમાં સામેલ કરો પાલક
હેલ્થ એક્સપર્ટ પાલકને હંમેશા ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. પાલક જેવા પોટેશિયમ રિચ ફૂડ આઇટમ્સ હાઈ બીપીને કંટ્રોલ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. સારા પરિણામ હાસિલ કરવા માટે આ સુપર ફૂડ્સનું યોગ્ય માત્રામાં સેવન કરવું જરૂરી છે. નોંધનીય છે કે આ બધા ફૂડ્સ તમારી હાર્ટ હેલ્થને પણ સુધારવામાં મદદ કરી શકે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે