Sweets After Meal: જમ્યા પછી ગળ્યું ખાવાથી નુકસાન થાય છે એવું માનીને તમે પણ મીઠાઈ ન ખાતા હોય હવે આવું કરતાં. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જમ્યા પછી ગળ્યું ખાવાથી લાભ થાય છે. પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં ભોજન પછી થોડી માત્રામાં ગળ્યું ખાવાની આદતને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે લાભકારી ગણવામાં આવી છે. આયુર્વેદિક એક્સપર્ટનું કહેવું છે કે યોગ્ય માત્રામાં મીઠાઈ ખાવાથી પાચન સુધરે છે શરીરને પણ લાભ થાય છે.
આ પણ વાંચો: ધમનીઓ બ્લોક હોય ત્યારે શરીરમાં દેખાય આ લક્ષણો, 5 માંથી 1 ને પણ ઈગ્નોર ન કરતાં
આયુર્વેદમાં ભોજનને 3 ચરણમાં વિભાજિત કરવામાં આવ્યું છે. મધુર, અમ્લ અને કટુ. ભોજનની શરુઆત મીઠી વસ્તુથી અને અંત પણ મીઠી વસ્તુથી કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભોજન પછી ગોળ, મધ, સાકર, ખીર જેવી વસ્તુ ખાવાથી પાચન તંત્ર એક્ટિવ કરવામાં મદદ મળે છે. મીઠો સ્વાદ અગ્નિને બેલેન્સ કરે છે અને પેટમાં વધતી ગરમીને શાંત કરે છે. તેનાથી અપચો, ગેસ જેવી સમસ્યા થતી નથી.
આ પણ વાંચો: શરીરના આ અંગોમાં થતો દુખાવો કિડની ડેમેજનું હોય શકે લક્ષણ, સમયસર ધ્યાન આપવું જરૂરી
આયુર્વેદિક નિષ્ણાંતો અનુસાર મીઠો સ્વાદ વાત અને પિત્ત દોષને નિયંત્રિત કરે છે. જમ્યા પછી થોડો ગોળ ખાવાથી એનર્જી વધે છે અને સ્ટ્રેસ ઘટે છે. તે બ્લડ શુગરને સ્પાઈક થતા અટકાવે છે.
આ પણ વાંચો: Bad Habits: આ 4 ખરાબ આદતોના કારણે સડી જાય છે કિડની, એક પણ હોય તો તુરંત બદલજો
જો કે નિષ્ણાંતો એવું પણ કહે છે કે આ ફાયદાનો અર્થ એવો નથી કે ઈચ્છા પડે એટલી મીઠાઈ જમ્યા પછી ખાવી. વધારે માત્રામાં ખાંડયુક્ત કે પ્રોસેસ્ડ મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ, ડાયાબિટીસ અને અન્ય સમસ્યાનું જોખમ વધી શકે છે.
આયુર્વેદમાં નેચરલ મીઠી વસ્તુઓનું સેવન કરવાને ફાયદાકારક માનવામાં આવે છે. જેમકે જમ્યા પછી એક નાનો ટુકડો ગોળ કે એક ચમચી મધ લેવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે