Home> Health
Advertisement
Prev
Next

Colon Cancer Symptoms: કોઈ કારણ વગર ઝડપી ઘટી રહ્યું છે વજન તો થઈ જાવ સાવધાન, કોલોન કેન્સરનો હોય શકે છે સંકેત

Early Signs of Colon Cancer: જો કોઈનું વજન કોઈ કારણ વગર ઝડપથી ઘટી રહ્યું હોય, તો તેણે સાવધાન રહેવું જોઈએ. આ કોલોન કેન્સરનું એક લક્ષણ હોઈ શકે છે. આ કેન્સર આંતરડા અથવા ગુદામાર્ગમાં શરૂ થાય છે, જે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય જાય છે.

Colon Cancer Symptoms: કોઈ કારણ વગર ઝડપી ઘટી રહ્યું છે વજન તો થઈ જાવ સાવધાન, કોલોન કેન્સરનો હોય શકે છે સંકેત

5 Symptoms of Colon Cancer: કોલોન કેન્સર વિશ્વભરમાં કેન્સરથી થતા મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે. આ કેન્સર ઘણીવાર ચુપચાપ વિકસિત થાય છે, જેના લક્ષણો પછીના તબક્કામાં જ દેખાય છે. ડોકટરો કહે છે કે, જો તમે નિયમિતપણે તમારા ફૂલ બોડી ચેકઅપ કરાવતા રહો તો આ બીમારી પકડમાં આવી શકે છે. જો શરૂઆતમાં જ કોલોન કેન્સરની જાણ થઈ જાય છે તો આ બીમારી ઘણી હદ સુધી ઉપચાર યોગ્ય છે. જો વિલંબ થાય છે, તો આ કેન્સર શરીરમાં ફેલાય છે, જેના પછી દર્દીનો જીવ બચાવવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમારા માટે કોલન કેન્સરના લક્ષણોને સમયસર ઓળખવા મહત્વપૂર્ણ છે, નહીં તો ખૂબ મોડું થઈ શકે છે.

fallbacks

કોલોન કેન્સર શું છે? 
ડોકટરોના મતે કોલોન કેન્સર કોષોનો અનિયંત્રિત વિકાસ છે. તે મોટા આંતરડાના એક ભાગમાં શરૂ થાય છે, જેને કોલોન કહેવાય છે. કોલોન એ મોટા આંતરડાનો પહેલો અને સૌથી લાંબો ભાગ છે. મોટું આંતરડા એ પાચનતંત્રનો છેલ્લો ભાગ છે. કોલોન કેન્સર એક પ્રકારનું કોલોરેક્ટલ કેન્સર છે, એટલે કે આવા કેન્સર કોલોન અથવા ગુદામાર્ગમાં શરૂ થાય છે. તેથી તેના લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

આ વસ્તુ ખતમ થતાની સાથે લાલ દાનવ બનશે સૂર્ય! તબાહ થઈ જશે પૃથ્વી, રિસર્ચમાં થયો ખુલાસો

અતિશય થાક
જો કોઈ કારણ વગર નબળાઈ કે થાક લાગે. આરામ કર્યા પછી પણ થાક દૂર ન થાય, તો આ કોલોન કેન્સરનું પ્રારંભિક સંકેત હોઈ શકે છે. ટ્યૂમરના કારણે શરીરની અંદર આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે, જે એનિમિયા તરફ દોરી શકે છે. આ થાક કે નબળાઈ તરીકે પ્રગટ થાય છે. આવી સ્થિતિમાં તમારે ચોક્કસપણે તમારા ફેમિલી ડોક્ટરને મળવું જોઈએ અને લક્ષણો જણાવીને તમારી તપાસ કરાવવી જોઈએ.

કારણ વગર વજનમાં ઘટાડો થવો
જો કોઈનું વજન કોઈ કારણ વગર ઝડપથી ઘટી રહ્યું હોય તો તેને સારો સંકેત માનવામાં આવતો નથી. આ એક પ્રકારનો તમારા શરીર દ્વારા આપવામાં આવતો ચેતવણી સંકેત હોઈ શકે છે. આનું કારણ એ છે કે, કેન્સરના કોષો મેટાબોલિજ્મને બદલી શકે છે, જેના કારણે આહાર કે કસરત બદલ્યા વિના પણ વજન ઓછું થઈ શકે છે. આ લક્ષણો દેખાય છે, તો તમારે ચોક્કસપણે તમારી તબીબી તપાસ કરાવવી જોઈએ.

આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 7000 રૂપિયા આપી રહી છે LIC, કરવાનું રહેશે આ કામ; જાણો કેવી રીતે કરવું એપ્લાય

પેટમાં દુખાવો અથવા ખેંચાણ
જો કોઈ વ્યક્તિને પેટમાં સતત દુખાવો રહેતો હોય, ખેંચાણ અનુભવાય અથવા પેટ ફૂલી જાય છે તો આ ગંભીર બીમારીનો સંકેત આપે છે. આ કોલોન ટ્યુમરનું લક્ષણ હોઈ શકે છે. જો દુખાવો થોડા દિવસોથી વધુ સમય સુધી ચાલુ રહે, તો તમારે તેની તપાસ કરાવવી જોઈએ. ઘણી વખત લોકો તેને પેટની સમસ્યા અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સમજીને હળવાશથી લે છે, પરંતુ આ યોગ્ય રીત નથી.

આંતરડાની આદતોમાં ફેરફાર
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો તમારી આંતરડાની આદતો સતત બદલાતી રહે છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે, ક્યારેક તમને ઝાડા થાય છે, ક્યારેક કબજિયાત થાય છે અથવા મળ સંકોચાઈ જાય છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તે ભયનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણો જોતાં દર્દીઓને સામાન્ય રીતે લાગે છે કે આંતરડા સંપૂર્ણપણે ખાલી થઈ રહ્યા નથી, તેથી જ આ સમસ્યા થઈ રહી છે, પરંતુ જો આ સમસ્યા ઘણા અઠવાડિયા સુધી ચાલુ રહે તો તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ કોલોન કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

30 વર્ષ પછી શનિ બનાવશે પાવરફુલ 'નવપંચમ રાજયોગ', આ રાશિનો શરુ થશે ગોલ્ડન ટાઈમ; અપાર ધનલાભનો યોગ!

મળમાં લોહી
જો તમને લાલ કે ઘેરો મળ દેખાય, તો તે પાચનતંત્રમાં રક્તસ્ત્રાવનો સંકેત હોઈ શકે છે. તેને કોલોન કેન્સરનું સંભવિત સંકેત માનવામાં આવે છે. હરસમાં પણ આવા જ લક્ષણો જોવા મળે છે. પરંતુ તે કિસ્સામાં ગુદામાં પણ દુખાવો થાય છે. જ્યારે કોલોન કેન્સરમાં મળમાં વારંવાર રક્તસ્ત્રાવ થાય છે. આ સ્વાસ્થ્ય માટે સારું સંકેત માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં તમારે વિલંબ કર્યા વિના ડોક્ટર પાસે તમારી તપાસ કરાવવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More