Home> Spiritual
Advertisement
Prev
Next

Roti ke Totke: ભયંકરમાં ભયંકર ગ્રહ દશામાં પણ વાળ વાંકો નહીં થાય, કરી લો રોટલીનો આ ઉપાય

Roti ke Totke: રોટલી વિના ભારતીય ભોજનની કલ્પના પણ ન કરી શકાય. ભોજનમાં રોટલીનું મહત્વ છે એટલું જ મહત્વ જ્યોતિષ શાસ્ત્રમાં પણ રોટલીનું છે. રોટલીના કેટલાક ટોટકા તો એટલા પાવરફુલ હોય છે કે તેને કરનારને ક્યારેય કોઈ સમસ્યા નડતી નથી. ગ્રહોની ખરાબ દશામાં પણ આ લોકોને લાભ થાય છે.
 

Roti ke Totke: ભયંકરમાં ભયંકર ગ્રહ દશામાં પણ વાળ વાંકો નહીં થાય, કરી લો રોટલીનો આ ઉપાય

Roti ke Totke: ઘણીવાર અથાગ મહેનત કરી હોય તો પણ મનઈચ્છિત ફળ મળતું નથી. જીવનમાં અણધારી મુસીબતો આવી પડે છે. જ્યારે વ્યક્તિનું ભાગ્ય સાથ ન આપે તો ઊંટ પર બેઠા પછી પણ કુતરું કરડી જાય તેવી સ્થિતિ સર્જાય શકે છે. ગ્રહ દોષ જેવી સમસ્યા પણ લોકોને સતાવતી હોય છે. 

fallbacks

આ પણ વાંચો: આ રાશિઓના લોકો રુપિયા ગણતા ગણતા થાકશે, ગુરુ બનાવશે અત્યંત શુભ ધનલક્ષ્મી રાજયોગ

જીવનની આવી સમસ્યાઓ દુર થાય અને ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય એવા ટોટકા જ્યોતિષ અને તંત્રમાં દર્શાવેલા છે. જેમાં સૌથી ચમત્કારી ટોટકા હોય છે રોટલીના. રોટલીના કેટલાક ઉપાય તો એવા છે કે તેને કરનારને ફળ મળે તે નક્કી હોય છે. ભલે ફળ મળતાં સમય લાગી શકે પણ એવું ફળ મળે છે કે લોકો જોતાં રહી જાય. કેટલાક ઉપાય તો એવા પણ છે કે જેને કરનારના દિવસો નહીં દાયકા શરુ થાય છે. 

આ પણ વાંચો: Trigrahi Yog: સૂર્ય, બુધ, ગુરુ બનાવશે 2 શક્તિશાળી રાજયોગ, જાણો કઈ રાશિઓ માટે સમય શુભ

રોટલીના કરવા જેવા અચૂક ટોટકા

1. જો તમે મહેનત કરતા હોય અને તેમ છતાં તમારી આર્થિક સ્થિતિ ખરાબ રહેતી હોય, ઘરમાં પૈસા ટકતા ન હોય તો રોજ સવારે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી તાવડી જેટલી મોટી બનાવો. ત્યારબાદ તેના 4 એકસરખા ટુકડા કરો. આ બધા ટુકડા પર ગોળ અથવા ખાંડ રાખી પહેલો ટુકડો ગાયને ખવડાવો, બીજો કુતરાને ખવડાવો, ત્રીજો કાગડાને ખવડાવો અને ચોથો ટુકડો ચાર રસ્તા પર મુકી દો. આ ઉપાય થોડા દિવસ કરી જુઓ. તમને ઘરમાં ફેરફાર દેખાવા લાગશે.

આ પણ વાંચો: શનિએ બદલી પોતાની ચાલ, કન્યા સહિત 3 રાશિના લોકોને હવે મળશે રાહત, સુધરશે આર્થિક સ્થિતિ

2. જો કોઈ વ્યક્તિના કરિયરમાં બાધા આવતી હોય તો બધી રોટલી બની જાય પછી નીચેથી ત્રીજા નંબરની રોટલી કાઢવી. તેના પર તેલ લગાડવું અને પછી બે રંગના કુતરાને આ રોટલી ખવડાવી જો. આ ટોટકો ગુરુવારે અથવા રવિવારે કરવો.

આ પણ વાંચો: તમે દરવાજાની પાછળ ગંદા કપડા રાખો છો? તો ચેક કરી લો તમારા ઘરમાં આ સમસ્યાઓ રહેતી હશે

3. કુંડળીમાં કોઈ ક્રૂર ગ્રહ જેમકે રાહુ, કેતુ કે શનિ અશુભ સ્થિતિમાં હોય કે ગ્રહોની અશુભ દશા ચાલતી હોય તો રાતને વધેલી વાસી રોટલી પર તેલ લગાડી સવારે કાળા કુતરાને ખવડાવી દો. 41 દિવસ સુધી આ કામ કરી લીધું તો ખરાબમાં ખરાબ ગ્રહ દશા પણ તમારો વાળ વાંકો નહીં કરી શકે.

આ પણ વાંચો: 12 જૂનથી 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, બુધ શુક્રનો લાભ યોગ વરસાવશે અપાર ધન

4. જીવનમાં નાની-મોટી સમસ્યાઓ આવતી રહેતી હોય તો એક રોટલીના નાના ટુકડા કરી તેમાં ખાંડ મિક્સ કરી કીડીઓને ખવડાવો. તેનાથી જીવનની સમસ્યાઓથી ઝડપથી રાહત મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More