Home> Health
Advertisement
Prev
Next

Burn Injury: ગરમ તેલ, વરાળ કે ગેસની આંચ.. કોઈપણ વસ્તુથી દાઝ લાગે તો સૌથી પહેલા આ કામ કરજો, ચામડી પર ફોડલા નહીં પડે

How to Treat Burn Injury at Home: રસોડામાં કામ કરતી વખતે ઉતાવળમાં ઘણીવાર દાઝવાની દુર્ઘટના બની જાય છે. તેલ, ગેસની આંચ, ચા, ગરમ પાણી કોઈપણ વસ્તુથી દાઝી જવાય તો સૌથી પહેલા શું કરવું જોઈએ આજે તમને જણાવીએ. આ કામ કરશો તો ચામડી પર ફોડલા નહીં પડે.

Burn Injury: ગરમ તેલ, વરાળ કે ગેસની આંચ.. કોઈપણ વસ્તુથી દાઝ લાગે તો સૌથી પહેલા આ કામ કરજો, ચામડી પર ફોડલા નહીં પડે

fallbacks

How to Treat Burn Injury at Home: રસોડામાં કામ કરતી વખતે ગૃહિણીઓ સાથે ઘણી વખત દાઝવાની દુર્ઘટના બનતી હોય છે. ગરમ તેલ, વરાળ, ગેસની આંચ કે પછી કોઈ વાસણને હાથ લાગી જવાથી દાજી જવાય છે. દાઝી જવાથી ત્વચા પર અસહ્ય બળતરા થાય છે. આ સ્થિતિમાં સમજમાં નથી આવતું કે દાજી ગયા પછી તુરંત શું કરવું જોઈએ અને પ્રભાવિત જગ્યા પર શું લગાડવું જોઈએ?

આ પણ વાંચો: લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ

દાઝવાની નાની મોટી ઈજા તો થોડા દિવસમાં જાતે જ રૂઝાઈ જાય છે પરંતુ ઘણી વખત વધારે દાજી ગયા હોય તો ત્વચા પર ફોડલા થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કે જ્યારે દાઝી ગયા હોય ત્યારે યોગ્ય વસ્તુ ત્વચા પર લગાડવામાં ન આવી હોય. ડોક્ટરો પણ જણાવે છે કે દાઝી ગયા પછી કેટલીક ભૂલ કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલ વધે ત્યારે આ અંગમાં રહે દુખાવો, જાણો બેડ કોલેસ્ટ્રોલનો ઘરેલુ ઈલાજ

કોઈપણ વસ્તુથી દાઝી જાવ તો આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. દાઝ્યાના ઘા ને આ રીતે ટ્રીટ કરશો તો ત્વચા પર ફોડલા પણ નહીં પડે અને ત્વચાની અંદરની લેયર પણ ડેમેજ નહીં થાય.

દાઝી ગયા પછી સૌથી પહેલાં શું કરવું ?

આ પણ વાંચો: Fatty Liver: આ 4 આદતોના કારણે જુવાનીમાં જ સડી જાય છે લીવર, તમને તો નથી ને આ આદતો ?

  • ડોક્ટરના જણાવ્યા અનુસાર જો હાથ કે શરીરનો કોઈપણ અંગ દાઝી જાય તો સૌથી પહેલા ઠંડા પાણીથી તે જગ્યાને સાફ કરો. જો તમે વધારે નથી દાઝ્યા આ તો પ્રાથમિક ઉપચારથી કામ થઈ જશે. વધારે દાઝી ગયા હોય તો તુરંત જ ડોક્ટર પાસે પહોંચી જવું.
     
  • દાઝવાની ઈજા નાની હોય તો ઠંડા પાણીથી સાફ કર્યા પછી પ્રભાવિત જગ્યા પર સોપરામાયસીન, લિગ્નોકેન અને સલ્ફાસાલાજીન ટ્યુબ મિક્સ કરીને લગાડો. જો બળતરા શાંત ન થાય અને ઈજા વધારે હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાંચો: સ્કિન પર આ રીતે દેખાય છે બ્લડ કેન્સરના શરુઆતી લક્ષણો, સમયસર ઈલાજથી કેન્સરમાં બચી શકે

  • વરાળના કારણે કે ગરમ વસ્તુ પકડી લેવાના કારણે ચામડી દાઝી ગઈ હોય તો ઘા ઉપર એલોવેરા જેલ લગાડી શકાય છે. સ્કીન પર એલોવેરા જેલ લગાડવાથી તે જગ્યા પર ફોડલા પડતા નથી.
     
  • ત્વચામાં થતી બળતરા શાંત કરવા માટે અને ત્વચામાં ફોડલા ન પડે તે માટે દાજ્યા ઉપર પાકા કેળાનો ,ગર નાળિયેરનું તેલ અથવા તો બટેટાનો રસ પણ લગાડી શકો છો. આ વસ્તુઓથી સોજો ઉતારવામાં પણ મદદ મળશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More