ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરમાં સાંજના સમયે પશ્ચિમ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના બનાવ વધી રહ્યા હતા. ત્યારે આ બનાવને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને સીસીટીવી અને ટેક્નોલોજીના આધારે ચેઇન સ્નેચિંગ કરનારી ટોળકી પૈકીના બે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં રવિ દાતણીયા અને નિકુલ દાતણીયાની પૂછ પરછમાં સામે આવ્યું હતું કે અમદાવાદ ના અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં સેટેલાઇટ, આનંદનગર, ઘાટલોડીયા, નવરંગપુરા, પાલડી અને એલીસબ્રીજ માં કુલ સાત ગુનાને અંજામ આપ્યો છે. જેનો કુલ 10 લખતી બધું મુદ્દામાલ થવા પામ્યો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટોળકીના ચાર શખ્સો પૈકી રવિ દાતણીયા અને નિકુલ દાતણીયાની ધરપકડ કરીને વધુ બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
અંબાલાલની મહાભયંકર આગાહી; ગુજરાતમાં ભીષણ પૂર આવશે! બંગાળમાં બની રહેલી સિસ્ટમ વિનાશ વેરશે!
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલ બંને આરોપી રવિ દાતણીયા અને નિકુલ દાતણીયાની પૂછપરછ હાથ ધરી તો રવિ દાતણીયાએ ચેઇન સ્નેચિંગ કરવા પાછળનું કારણ આર્થિક જરૂરિયાત હોવાથી આ ગુના કર્યાની કબૂલાત કરી હતી અને નિકુલ દાતણીયાની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે નિકુલ પોતાના લગ્ન નજીકના સમયમાં હતા અને પોતાની પત્નીને સારી ભેટ આપવા માટેથી ચેન સ્નેચિંગ કર્યા હતા.
પરેશ ગોસ્વામીની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ તારીખથી ગુજરાતમાં વરસાદનો શરૂ થશે 'મેગા રાઉન્ડ'
આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો આ ગેંગ સ્પીડમાં ચાલે એવા મોપેડ બાઇક લઈને સાંજના સમયે પશ્ચિમ વિસ્તારના મુખ્ય રસ્તા પર નીકળતા અને એકટીવા પર એકલા નીકળતા પુરુષ કે મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને મિનિટોમાં રફુચક્કર થઈ જતા હતા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યા છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે.
શ્રાવણમાં રોકાશે નહીં? આજે આ 12 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સાંબેલાધાર વરસાદની ચેતવણી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે