Home> Health
Advertisement
Prev
Next

સુતા સમયે કેમ ચઢી જાય છે નસ? જાણો શું છે તેનું પાછળનું કારણ અને ઉપાય!

Varicose veins: નસ પર નસ ચઢી જવી એક સામાન્ય સમસ્યા છે. ઘણી વખત સૂતી વખતે અથવા સ્ટ્રેચ કરતા સમયે શરીરના અમુક ભાગમાં નસ ચઢી જાય છે. નસ પર નસ ચઢવાથી શરીરના તે ભાગમાં ખૂબ જ દર્દ થાયા છે. પરંતુ આ દર્દ પણ થોડીક સેકન્ડમાં દૂર થઈ જાય છે. ચાલો જાણીએ નસ પર નસ કેમ ચઢી જાય છે અને તેની પાછળનું કારણ શું છે?
 

સુતા સમયે કેમ ચઢી જાય છે નસ? જાણો શું છે તેનું પાછળનું કારણ અને ઉપાય!

Varicose veins: રાત્રે સૂતી વખતે ઘણી વખત નસ પર નસ ચઢી જાય છે જેના કારણે ઊંઘમાં અડચણ આવે છે. નસ પર નસ ચઢી જવી નસોની કોઈ સમસ્યા નથી, પરંતુ તે સ્નાયુઓમાં ખેંચાણ થાય છે. શરીરના જે ભાગમાં નસ પર નસ ચઢી જાય છે તે ભાગમાં ભારે દુખાવો થાય છે. ચાલો જાણીએ કયા વિટામિનની કમીને કારણે નસ પર નસ ચઢી જાય છે. તેનાથી રાહત મેળવવા શું કરવું જોઈએ?

fallbacks

નસ ચઢવાનું કારણ
રાત્રે સૂતી વખતે ખભા, ગરદન અને હાથ-પગમાં અચાનક નસ ચઢી જાય છે. તેની પાછળ પોષણની કમી હોઈ શકે છે. ખાવાની ખોટી આદતો, અસ્વસ્થ જીવનશૈલી અને તણાવ પણ આનું કારણ હોઈ શકે છે.

હિમોગ્લોબિનની કમી
હિમોગ્લોબીનની કમીને કારણે રાત્રે સૂતી વખતે પગ અને ખભાની નસ પર નસી ચઢી જાય છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય છે, ત્યારે બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થતું નથી, જેના કારણે નસ પર નસ ચઢી જાય છે. આ સમસ્યાથી બચવા માટે ડાયટમાં આયર્નયુક્ત ખોરાકનો સમાવેશ કરો.

20 એપ્રિલે બનવાનો છે શક્તિશાળી રાજયોગ, આ રાશિઓને મળી શકે છે કિસ્મતનો સાથ

આ વસ્તુમાં હોય છે આયર્ન
કેરી, બીટ, દ્રાક્ષ, જામફળ, સફરજન, નાળિયેર, તલ, ગોળ, ઈંડા, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયર્ન હોય છે

વિટામિન Cની કમી
વિટામિન Cની કમીને કારણે બ્લડ સેલ્સ કમજોર પડી જાય છે જેના કારણે નસ પર નસ ચઢી જાય છે. આ સમસ્યાથી બચવા માટે વિટામિન C ફૂડ્સનું સેવન કરવું જોઈએ. જેમ કે, લીંબુ, ટામેટા, ખાટાં ફળો, બ્રોકોલી, પાલક વગેરે.

વિટામિન B12ની કમી
શરીરમાં વિટામિન B12ની કમી પણ નસ પર નસ ચઢવાની સમસ્યા હોય શકે છે. વિટામિન B12ની કમીને દૂર કરવા માટે ડાયટમાં મશરૂમ, ઇંડા, સોયા દૂધ વગેરેનો સમાવેશ કરો.

એક જ નામ, એક જ નંબર અને એક જ રૂટની સાથે ત્રણ સ્ટેશનોથી ચાલે છે આ ટ્રેન

નસ ચઢવાના અન્ય કારણો
શરીરમાં પાણીની કમી, નસોમાં નબળાઈ, વધુ પડતું દારૂનું સેવન, તણાવ, નબળાઈ, લોહીમાં સોડિયમ અને પોટેશિયમની કમી.

ઉપાય
આઇસ કોમ્પ્રેસ

નસ ચઢવા પર ઓછીમાં ઓછી 3થી 15 મિનિટ સુધી બરફ લગાવો.

'મારી અંદર ઈગો નથી' વિરાટે જણાવી ક્રિકેટ ફિલોસોફી,IPL સફર પર કર્યો ચોંકાવનારો ખુલાસો

તેલ મસાજ
નસ પર નસ ચઢી ગયેલ ભાગ પર તેલથી માલિશ કરો. તેનાથી રાહત મળશે.

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More