Home> Entertainment
Advertisement
Prev
Next

'યોગ્ય સમયે છોડી દીધી...' બ્રેકઅપ અને અફેર પર બોલી સુષ્મિતા સેન, એક સમયે કરવાની હતી ખોટા વ્યક્તિ સાથે લગ્ન

Sushmita Sen on Wedding: સુષ્મિતા સેને એક જૂના ઈન્ટરવ્યુમાં લગ્ન વિશે ઘણી વાતો કહી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેણે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા. તેણે એ પણ જણાવ્યું કે, તે ખોટા વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી હતી પરંતુ બચી ગઈ.

'યોગ્ય સમયે છોડી દીધી...' બ્રેકઅપ અને અફેર પર બોલી સુષ્મિતા સેન, એક સમયે કરવાની હતી ખોટા વ્યક્તિ સાથે લગ્ન

Sushmita Sen on Wedding: 49 વર્ષની સુષ્મિતા સેન લગ્ન વિના મધરહુડ ઈન્જોય કરી રહી છે. અભિનેત્રીએ વર્ષો પહેલા બે દીકરીઓને દત્તક લીધી હતી. જેની સાથે તે મસ્તી કરતી જોવા મળે છે. આ અભિનેત્રીનું નામ ઘણા સ્ટાર્સ સાથે અફેર હોવાનું સાંભળવામાં મળ્યું છે. ત્યાં સુધી કે અભિનેત્રી એક વખત લગ્ન પણ કરવાની હતી. પરંતુ તેનાથી દૂર જવામાં જ અભિનેત્રીએ પોતાની ભલાઈ સમજી.

fallbacks

સારું થયું યોગ્ય સમયે પર...
આ વાતનો ખુલાસો સુષ્મિતા સેને સિમી ગરેવાલને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, તે લગ્ન કરવાની હતી. પરંતુ સદનસીબે તે તેનાથી બચી ગઈ. આ વિશે વાત કરતાં સુષ્મિતાએ કહ્યું હતું કે, 'હું મારા જીવનમાં એવા અદ્ભુત લોકો માટે ખૂબ જ આભારી છું. જેમણે મને આગળ વધવા માટે યોગ્ય સમયે છોડી દીધી હતી.'

20 એપ્રિલે બનવાનો છે શક્તિશાળી રાજયોગ, આ રાશિઓને મળી શકે છે કિસ્મતનો સાથ

ક્યાંક કંઈક ખોટું થઈ ગયું
જ્યારે સિમી ગરેવાલે અભિનેત્રીને પુરુષોને લઈ પૂછ્યું તો તેમણે કહ્યું કે, 'તે બધા ખૂબ જ અદ્ભુત લોકો છે. અદ્ભુત પુરુષો છે અને મારા માટે ખૂબ જ ખોટું છે. હું ભાગ્યશાળી રહી છું. એવી ઘણી વખત આવી છે જ્યારે હું ભૂલ કરી શકતી હતી. પરંતુ ક્યાંક કંઈક ખોટું થઈ ગયું. મને કહેવામાં આવ્યું કે આ ખોટું છે. ત્યારબાદ હું મારી ગરિમાની સાથે તેનાથી દૂર જવામાં સફળ રહી.'

'મારી અંદર ઈગો નથી' વિરાટે જણાવી ક્રિકેટ ફિલોસોફી,IPL સફર પર કર્યો ચોંકાવનારો ખુલાસો

અહીં સાંકળોથી બંધાયેલા છે હનુમાનજી, છતાં પણ કરે છે મંદિરની રક્ષા; જાણો શું છે રહસ્ય

બાળકોનું નથી તેનાથી કોઈ લેવાદેવા
સુષ્મિતાએ કહ્યું કે, જેટલા વધારે તમારા સંબંધો હોય છે તેટલા વધારો સંબંધો પણ બને છે. મેં ઘણી વખત પ્રેમ કર્યો અને ગુમાવ્યો છે. જ્યારે ટ્વિંકલ ખન્નાને આપેલા ઈન્ટરવ્યુમાં સુષ્મિતાએ લગ્ન ન કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'મારા બાળકોને મારા લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી. મારા બાળકો ક્યારેય પણ આ બાબતમાં સામેલ થયા નથી. મારા બાળકોએ મારા જીવનમાં આવેલા લોકોનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. દરેકને સમાન પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ જોવું એ પોતાનામાં જ એક સુંદર બાબત છે. હાલમાં અભિનેત્રીનું નામ લલિત મોદી સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More