Moong Dal Pani Health Benefits: આજની દોડધામ ભરેલી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે. જેનું મોટું કારણ છે લીવર બરાબર કામ ન કરતું હોય. આ સ્થિતિમાં પીળી મગની દાળનું પાણી શરીરમાં જામેલા ફેટને ડિટોક્સ કરવામાં અને પાચન ક્રિયાને તેજ કરવામાં મદદ કરી શકે છે. પીળી મગની દાળનું પાણી શરીરને કેવા ફાયદા કરે છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
મગની દાળનું પાણી પીવાના ફાયદા
મગની દાળનું પાણી લીવર સેલ્સમાં જામેલી ગંદકીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. જેના કારણે લીવરની કાર્યક્ષમતા સુધરી શકે છે. મગની દાળનું પાણી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ધમનીઓને સાફ રાખવામાં મદદ કરે છે. જેના કારણે હૃદય રોગનું જોખમ ઘટી જાય છે. ફેટી લીવર અને બેડ કોલેસ્ટોલની સમસ્યામાં સવારે ખાલી પેટ મગની દાળનું પાણી પીવું જોઈએ.
આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં વધે છે સાપ કરડવાનું જોખમ, જાણો સાપ કરડે તો જીવ બચાવવા શું કરવું?
મગની દાળનું પાણી પીવાથી થતા અન્ય ફાયદા
- જે લોકોને વજન ઘટાડવું છે તેમણે પણ મગની દાળનું પાણી પીવું જોઈએ આ સૌથી બેસ્ટ વિકલ્પ છે. મગની દાળમાં કેટેલી ઓછી હોય છે અને ફાઇબર વધારે જેના કારણે પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને અનહેલ્થી ફૂડ ખાવાની ક્રેવિંગ ઓછી થઈ જાય છે.
- મગની દાળનું પાણી ઈમ્યુન સેલ્સ વધારે છે, જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત કરવામાં મદદગાર છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
મગની દાળનું પાણી કેવી રીતે બનાવવું ?
મગની દાળ સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી દેવી. પલાળેલી દાળને ત્રણ કપ પાણી સાથે બરાબર ઉકાળો. તેમાં થોડી હળદર અને નમક ઉમેરી શકાય છે. દાળ જ્યારે પાણીમાં ગળી જાય તો ગેસ બંધ કરી દો. અને દાળને ગાળી તેનું પાણી અલગ કરી લો.
આ પણ વાંચો: મોઢામાં કેન્સર થયું હોય તો શરુઆતમાં દેખાય આ 8 સંકેત, સામાન્ય ગણી ઈગ્નોર ન કરવા
મગની દાળનું પાણી ક્યારે પીવું ?
મગની દાળનું પાણી દિવસમાં કોઈપણ સમયે પી શકાય છે. ભોજનની વચ્ચેના સમયમાં પણ મગની દાળનું પાણી પી શકાય છે. સવારે ખાલી પેટ પણ આ પાણી પી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે