Parijat Plant: પારિજાતનો છોડ ઘણા લોકો ઘરમાં ઉગાડે છે. તેના ફુલ સુંદર અને સુગંધી હોય છે. શાસ્ત્રોમાં પણ આ છોડને શુભ માનવામાં આવ્યો છે. પારિજાતને હરસિંગાર અને રાત રાણી નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડના ફુલની પાંદડી સફેદ રંગની હોય છે અને નીચેનો ભાગ નારંગી રંગનો હોય છે. આ ફુલ સાંજના સમયે ખીલે છે અને આખી રાત તેની સુગંધ વાતાવરણમાં રહે છે.
આ પણ વાંચો: શિવ પૂજા કર્યા પછી મંદિરમાં 3 તાળી વગાડવી જરૂરી, જાણો 3 તાળીનું મહત્વ અને સાચી રીત
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાત રાણીનો છોડ વાવવો શુભ છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જો કે આ છોડ રાખવાની યોગ્ય દિશા વિશે જાણવું પણ જરૂરી છે. જો આ છોડ ખોટી દિશામાં રાખવામાં આવે તો તેની ખરાબ અસર પણ થઈ શકે છે.
કયા દિવસે પારિજાતનો છોડ વાવવો શુભ ?
આ પણ વાંચો:Money: કયા કારણોસર અટકી જાય છે બરકત ? જાણો રુઠેલી લક્ષ્મીને મનાવવાના સરળ ઉપાયો
આમ તો આ છોડ કોઈપણ દિવસે ઘરમાં લગાવી શકાય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે શુક્રવાર અને સોમવારે આ છોડ વાવવો અત્યંત શુભ છે. શુક્રવાર માં લક્ષ્મીને સમર્પિત દિવસ છે. આ દિવસ ઘરમાં પારિજાત વાવવાથી ધનનો પ્રવાહ વધે છે. આ સિવાય ગુરુવારે પણ આ છોડ ઘરમાં વાવી શકાય છે. ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો તમે આ છોડ વાવવાનું નક્કી કરો તો આ 3 માંથી કોઈ એક દિવસે છોડ વાવવો.
આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં સૂર્ય 3 વખત બદલશે ચાલ, 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે
પારિજાતના છોડ માટે યોગ્ય દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર પારિજાતનો છોડ યોગ્ય દિશામાં રાખવાથી પરિવારના સભ્યો પર સકારાત્મક પ્રભાવ પડે છે. તેથી તેને યોગ્ય દિશામાં જ લગાવવો જોઈએ. માન્યતા છે કે પારિજાતનો છોડ ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ સિવાય ઉત્તર દિશા પણ શુભ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે