Home> India
Advertisement
Prev
Next

મેઘાલયમાં 30 કલાકથી કોલસાની ખાણમાં ફસાયા છે 13 મજૂર, હજુ સુથી તેમનો કોઈ પતો નથી

મેઘાલયના ઈસ્ટ જયંતિયા હિલ્સની કોલસાની ખાણમાં ગેરકાયદે ખાણકામ દરમિયાન આ મજૂરો ફસાઈ ગયા હતા, હવે તેમનો કોઈ સંપર્ક થઈ શક્તો નથી 

મેઘાલયમાં 30 કલાકથી કોલસાની ખાણમાં ફસાયા છે 13 મજૂર, હજુ સુથી તેમનો કોઈ પતો નથી

અંજનીલ કશ્યપ/શિલોંગઃ મેઘાલયના પૂર્વ જયંતિયાના પર્વતિય જિલ્લાની કોલસાભની ખાણમાં કોલસા માફિયા દ્વારા ગેરકાયદે ખાણકામ દરમિયાન ભેખડ ધસી પડવાને કારણે 13 મજૂર ફસાઈ ગયા છે. પૂર્વ જયંતિયા જિલ્લાની લેટિન નદીના કિનારે કસાન ગામમાં કોલસાની ખાણમાં કોલસા માફિયાઓના દબાણથી ગેરકાયદે રીતે ખાણકામ ચાલી રહ્યું હતું. 13 મજૂર પાણીથી ભરેલી કોલસાની ખાણના અંદર ખાણકામ કરતા હતા. હવે તેમનો કોઈ પતો નથી. 

fallbacks

કસના ગામના નિવાસીઓના અનુસાર, ગુરુવારે અચાનક કોલસાની ખાણના સુરંગનું મોઢું માટી ધસી જવાને કારણે બંધ થઈ ગયું હતું. જયંતિયા હિલ્સ જિલ્લા પોલીસ અધિક્ષક સિલ્વેસ્ટર નોન્ગતિનજેરના અનુસાર, પોલીસે તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કર્યું છે. જોકે અત્યાર સુધી 13 મજૂરોને બહાર કાઢી શકાયા નથી. 

પોલીસે પમ્પિંગની મદદથી ખાણમાં ભરાયેલું પાણી તો બહાર કાઢી લીધું છે, પરંતુ હજુ સુધી ખાણમાં ફસાયેલા મજૂરો સહી સલામત છે કે નહીં તે જાણી શકાયું નથી. પોલીસે અત્યારે તો અજાણ્યા ખાણ માલિક સામે ગુનો દાખલ કર્યો છે. 

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 2014માં જ મેઘાલયમાં અસલામત અને બિનવૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતા કોલસાના ખાણકામ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમ છતાં કોલસા માફિયા ગેરકાયદે રીતે જયંતિયા હિલ્સની નાની અને ખતરનાક ખાણોમાં ખાણ કાર્ય કરી રહ્યા હતા. 

મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ખાણમાં ફસાયેલા મજૂરોની ઓળખ કરી લેવામાં આવી છે અને સરકાર આ ઘટનાની કડક હાથ તપાસ હાથ ધરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More