નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં કોરોના વેક્સિનેશન દરમિયાન મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. એક સરકાહી હોસ્પિટલમાં ગ્રામીણોને અલગ-અલગ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યો. ઘટના નેપાળની સરહદે આવેલા સિદ્ધાર્થનગર જિલ્લાનો છે, જ્યાં 20 લોકોને કોવૈક્સીન અને કોવિશીલ્ડ બંનેના ડોઝ આપી દેવામાં આવ્યા.
આ ઘટના પર અધિકારીઓનું કહેવું છે કે રસી લેનારા સ્વસ્થ છે, અલગ-અલગ વેક્સિનથી તેના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડી નથી.
રાજધાની લખનઉથી આશરે 270 કિલોમીટર દૂર એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રસીકરણ થયું હતું. ગ્રામીણોને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કોવિશીલ્ડનો ડોઝ આપવામાં આવ્યો અને પછી 14 મેએ બીજા ડોઝના રૂપમાં કોવૈક્સીન આપી દેવામાં આવી.
Covid 19 vaccination: 20 કરોડથી વધુ કોરોને કોરોના રસી આપનાર વિશ્વનો બીજો દેશ બન્યો ભારત
આ ઘટના પર સિદ્ધાર્થનગરના મુખ્ય મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી સંદીપ ચૌધરીએ કહ્યુ કે, આ ચોક્કસપણે એક ભૂલ છે. સરકાર તરફથી રસીની કોકટેલ લગાવવાનો કોઈ નિર્દેશ નથી. અમે તપાસના આદેશ આપ્યા હતા અને રિપોર્ટ મળી ગયો છે. મેં દોષી લોકો પાસે સ્પષ્ટીકરણ માંગ્યુ છે.
તેમણે કહ્યું કે, અમારી ટીમ તે બધા લોકો સાથે વાતચીત કરી જેને વેક્સિનના અલગ-અલગ ડોઝ આપવામાં આવ્યા છે. તે બધા સ્વસ્થ છે. પરંતુ ગ્રામીણોએ આરોપ લગાવ્યો કે સ્વાસ્થ્ય વિભાગ તરફથી કોઈ તપાસ માટે આવ્યું નથી.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે