નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર (Corona's Second Wave) વત્તે ભારતમાં એક નવી દવાની એન્ટ્રી થઈ ગઈ છે. આ દવાનું નામ છે monoclonal antibodies cocktail. આ તે દવા છે જે પાછલા વર્ષે કોરોનાથી સંક્રમિત થયા બાદ તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી. તે સમયે આ દવા ખુબ ચર્ચામાં આવી હતી. હવે ભારતમાં પણ આ દવા પહોંચી ચુકી છે. આ દવાની એક ડોઝની કિંમત 59 હજાર જેટલી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાની સારવાર કરાવી રહેલા મોહબ્બત સિંહને આશરે 30 મિનિટ સુધી આ દવા આપવામાં આવી. જે દવા આપવામાં આવી તે કાસિરિવિમેબ (Casirivimab) અને ઇમ્દેવીમેબ (Imdevimab) ની કોકટેલ છે અને તેને કોરોનાના કેટલાક દર્દીઓની સારવારમાં સફળ માનવામાં આવે છે. આ દવા કોરોનાના દર્દીઓની સ્થિતિ બગડતા પહેલા હળવા અને મધ્યમ લક્ષણોથી સુરક્ષા પ્રદાન કરે છે અને તેને લીધા બાદ સંભવતઃ દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે નહીં.
આ પણ વાંચોઃ Roche-Cipla Corona Medicine: બજારમાં આવી કોરોનાની કોકટેલ દવા, એક ડોઝની કિંમત 60 હજાર રૂપિયા
સોમવારે ભારત પહોંચી આ દવા
રોશ ઈન્ડિયા અને સિપ્લા લિમિટેડ તરફથી સત્તાવાર જાહેરાત બાદ આ દવાનો પ્રથમ જથ્થો સોમવારે ભારત પહોંચ્યો હતો. આ દવાની ખાસિયત છે કે જો તેને કોરોનાના શરૂઆતી લક્ષણવાળા દર્દીઓમાં ઇંજેક્ટ કરવામાં આવે તો તે દર્દીની કોશિકામાં પ્રવેશ કરી કોરોના વાયરસને વધતો રોકે છે. આ વાયરસના વિકાસને પણ રોકી દે છે.
કોરોનાના વિકાસને રોકે છે આ દવા
મેદાંતાના ડાયરેક્ટર ડો. નરેશ ત્રેહાને કહ્યુ કે, આ દવા જ્યારે દર્દીને આપવામાં આવે છે તો ત્યારબાદ તે શરીરમાં કોરોના વાયરસના વિકાસને રોકી દે છે. કોરોના દર્દીઓમાં આ દવા એક પ્રકારે બ્લોકિંગ મેકેનિઝમની જેમ કામ કરે છે. ડોક્ટર ત્રેહાને કહ્યુ કે, દવા શરીરમાં બનેલી એન્ટીબોડી કોરોના વાયરસના નવા સ્વરૂપ બી.1.617.2 વિરુદ્ધ પણ પ્રભાવી છે અને પ્રયોગશાળાઓમાં તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે