જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી હોવ તો આ સમાચાર તમારા માટે છે. વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે ડ્રેસ અલાઉન્સમાં મોટો ફેરફાર કર્યો છે. હવે જે પણ કર્મચારી 1 જુલાઈ 2025 કે ત્યારબાદ સરકારી સેવામાં સામેલ થશે તેમને પ્રો-રાટા બેસિસ એટલે કે કામ કરાયેલા સમય પ્રમાણે સમગ્ર રકમની જગ્યાએ વર્ષમાં એકવાર ડ્રેસ અલાઉન્સ મળશે. કાર્મિકઅને તાલિમ વિભાગ તરફથી બહાર પડેલા ઓફિસ મેમોરેન્ડમ દ્વારા આ ફેરફાર અંગે જાણ કરવામાં આવી છે.
શું થયો ફેરફાર
ડ્રેસ અલાઉન્સ સામાન્ય રીતે દર વર્ષ જુલાઈના મહિનામાં અપાય છે. નવા નિયમ મુજબ જુલાઈ બાદ જોઈન કરનારા કર્મચારીઓને (વાર્ષિક ડ્રેસ અલાઉન્સ ÷ 12) x (જોઈનિંગના મહિનાથી આગામી વર્ષના જૂન સુધીના મહિનાઓની સંખ્યા) પ્રમાણે ભથ્થું મળશે. દાખલા તરીકે જો કોઈ કર્મચારી ઓક્ટોબર 2025માં જોઈન કરે તો તેને નવેમ્બર-જૂન એટલે કે 9 મહિનાનું ભથ્થું મળશે. જો વાર્ષિક ભથ્થું 10,000 રૂપિયા છે, તો (10,000÷12)×9 = ₹7,500 હશે.
કોણ અરજી નહીં કરી શકે?
1 જુલાઈ 2025 પહેલા જોઈન કરનારા વર્તમાન કર્મચારીઓને પહેલાની જેમ જ ભથ્થાની પૂરેપૂરી રકમ મળશે. એ જ રીતે રિટાયર થનારા કર્મચારીઓ માટે હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડિસેમ્બર કે તેનાથી પહેલા રિટાયર થનારા કર્મચારીઓને અડધા વર્ષનું ડ્રેસ ભથ્થું મળશે જ્યારે ડિસેમ્બર બાદ રિટાયર થનારા કર્મચારીઓને પૂરા વર્ષનું ભથ્થું મળશે. પોષાક ભથ્થાની રકમમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ ફેરફાર છતાં પોષાક ભથ્થાની કુલ રકમમાં કોઈ પરિવર્તન કરાયું નથી.
સામાન્ય કર્મચારીઓ માટે 5000 રૂપિયા
10,000 રૂપિયા- યુનિફોર્મ પહેરતા કર્મચારીઓ માટે
20,000 રૂપિયા- સશસ્ત્ર દળો જેવી વિશેષ સેવાઓ માટે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે