Vodafone Idea (Vi) એ પોતાના પ્રીપેડ પોર્ટફોલિયોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા ₹1049 નો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેઓ લાંબા ગાળાનું રિચાર્જ કરવા માંગે છે અને જેમની ડેટાની જરૂરિયાત ઓછી છે પરંતુ તેઓ વધુ કોલ કરે છે. આ પ્લાનની વેલિડિટી 180 દિવસ છે, એટલે કે, એકવાર રિચાર્જ કર્યા પછી, તમારે લગભગ 6 મહિના સુધી ફરીથી રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં.
આ પ્લાનમાં તમને શું-શું મળશે?
• અનલિમિટેડ વોઇસ કોલિંગ: ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ
• 12 જીબી હાઇ-સ્પીડ ડેટા: 180 દિવસના સમગ્ર સમયગાળા માટે
• 1800 એસએમએસ: નિયમિત મેસેજિંગ માટે
જો તમે આપવાામાં આવતા ડેટા અથવા SMSની મર્યાદા ઓળંગી જાવ છો, તો વધારાના શુલ્ક નીચે મુજબ હશે:
• ડેટા: ₹0.50 પ્રતિ MB
• લોકલ SMS: ₹1 પ્રતિ SMS
• STD SMS: ₹1.50 પ્રતિ SMS
કંપનીની રણનીતિ અને પ્લાનનું મહત્વ
આટલી લાંબી વેલિડિટીવાળો પ્લાન લાવીને Vodafone Idea ફક્ત પોતાના હાલના ગ્રાહકોને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી નથી, પરંતુ તેમને વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી પણ બચાવી રહી છે. આનાથી ખાસ કરીને નોન-મેટ્રો અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા ગ્રાહકોને ફાયદો થશે.
Vi નું આ કદમ તેની રણનીતિનો ભાગ છે, જેમાં તે ARPU (સરેરાશ આવક પ્રતિ યૂઝર્સ) સ્થિર રાખવા અને ગ્રાહકોની વચ્ચે સ્થાયિત્વ વધારવાની કોશિશ કરી રહ્યું છે.
Reliance Jio અને Bharti Airtel જેવી કંપનીઓ તરફથી વધતી જતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને વોડાફોન આઈડિયા માટે તેના પ્રીપેડ ગ્રાહકોને જાળવી રાખવા માટે આવા પ્લાન શરૂ કરવા જરૂરી બની ગયા છે. ટ્રાઈના તાજેતરના ડેટા અનુસાર Vi હજુ પણ 4G યુઝર બેઝ અને નવા ગ્રાહકો ઉમેરવામાં ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આ પ્લાન કંપની માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે