8th pay commission latest news today: આઠમાં પગાર પંચને ભલામણો જલદી કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. નવા પે કમીશન પોતાનું કામ એપ્રિલથી શરૂ કરશે. આવામાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર અને ભથ્થામાં સંશોધનની આશા છે. આ માટે પે-કમીશનની ભલામણો લાગૂ થશે. પરંતુ આઠમાં પગાર પંચના આવવાથી સૌથી મોટી અસર મોંઘવારી ભથ્થા પર પડશે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો કરી દેવાશે. એટલે કે નવું પે કમીશન લાગૂ થતા જ મોંઘવારી ભથ્થાની ગણતરી ફરીથી ઝીરોથી શરૂ થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
2026માં મર્જ થશે મોંઘવારી ભથ્થું (ડીએ)
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી 2026 સુધીમાં મોંઘવારી ભથ્થું (DA) 61 ટકા પર પહોંચી શકે છે. નિયમ મુજબ નવા પગાર પંચની ભલામણો લાગૂ થતા કર્મચારીઓનું ડીએ શૂન્ય કરીને બેઝિક પગારમાં મર્જ કરી દેવાય છે. આ વખતે પે કમીશનમાં પણ એવું જ થઈ શકે છે. જો કે ચર્ચા એવી પણ છે કે ફક્ત 50 ટકા ડીએ જ મૂળ પગારમાં મર્જ કરાશે. તેના ઉપરનું 11 ટકા મર્જ કરાશે નહીં. જો કે તેના પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી કે ન તો સરકાર તરફથી તેના પર કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું. આ બધુ નવા પે કમીશનની ભલામણો પર નિર્ભર રહેશે.
ઝીરોથી શરૂ થશે ડીએ ગણતરી
આઠમા પગાર પંચના લાગૂ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓની નવી બેઝિક સેલરી પર ડીએની ગણતરી થશે. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી મુજબ તેને ઝીરોથી શરૂ કરવામાં આવશે. માની લો કે બેઝિક પગાર 34,200 રૂપિયા થશે તો જાન્યુઆરી 2026થી તેનું મોંઘવારી ભથ્થું ઝીરો થશે. પછી જૂલાઈ 2026માં તેમાં 3-4 ટકા ( જે પણ મોંઘવારી ભથ્થું જાહેર થાય) જોડવામાં આવશે. ત્યારબાદથી જ આગળની ગણતરી ચાલુ થશે. મોંઘવારી ભથ્થાના શૂન્ય થવા પર અન્ય ભથ્થાઓ ઉપર પણ ફરક પડશે.
મોંઘવારી ભથ્થાની ગણતરી
આઠમા પગાર પંચના લાગૂ થવા પર મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં જોડવામાં આવશે. જો મોંઘવારી ભથ્થું 50% કે તેનાથી વધુ હોય તો તેને નવા પે કમીશનમાં મર્જ કરવાની જોગવાઈ છે. મોંઘવારી ભથ્થાની ગણતરી ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI)ના આધારે કરવામાં આવે છે. CPI માં સમયાંતરે ફેરફાર થાય છે. જેનાથી ડીએમાં પણ પરિવર્તન થાય છે. આઠમાં પગાર પંચના લાગૂ થવા પર વર્તમાન ડીએને મૂળ પગારમાં જોડવાથી કર્મચારીઓનો કુલ પગાર વધશે. માની લો કે હાલની સ્થિતિમાં એક કર્મચારીની બેઝિક સેલરી ₹18,000 છે અને મોંઘવારી ભથ્થું 50% છે તો ડીએ 9000 રૂપિયા થશે. આઠમાં પગાર પંચના લાગૂ થવા પર જો ડીએને મૂળ પગારમાં જોડવામાં આવે તો કુલ પગાર ₹27,000 થઈ જશે.
શું ઝીરો થશે મોંઘવારી ભથ્થું?
જ્યારે પણ નવું પગાર પંચ લાગૂ થાય છે તો કર્મચારીઓને મળતા ડીએને મૂળ પગારમાં જોડી દેવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે આમ તો નિયમ મુજબ કર્મચારીઓને આપવામાં આવતા 100% DAને મૂળ પગારમાં ઉમેરવો જોઈએ. પરંતુ એવું થઈ શકતું નથી. નાણાકીય સ્થિતિ આડે આવી જાય છે. જો કે વર્ષ 2016માં આવું કરાયું હતું. તે પહેલા વર્ષ 2006માં જ્યારે છઠ્ઠું પગાર પંચ આવ્યું તો તે સમયે પાંચમા પગાર પંચમાં ડિસેમ્બર સુધી 187 ટકા ડીએ મળતું હતું. સમગ્ર ડીએ મૂળ પગારમાં મર્જ કરાયું હતું. આથી છઠ્ઠા પગાર પંચનો ગુણાંક 1.87 હતું. ત્યારે નવું પગાર બેન્ડ અને નવું ગ્રેડ વેતન પણ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તેને આપવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા.
ક્યારે શૂન્ય થશે મોંઘવારી ભથ્થું?
એક્સપર્ટ્સનું માનીએ તો પે કમીશનની ભલામણો બાદ તેને આઠમાં પગાર પંચની સાથે જાન્યુઆરી 2026થી જ લાગૂ કરવામાં આવશે. ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ શકે છે. આવામાં મોંઘવારી ભથ્થાને ત્યારે મર્જ કરવામાં આવશે અને શૂન્યથી તેની ગણતરી થશે. એટલે કે જાન્યુઆરીથી જૂન 2026ના AICPI ઈન્ડેક્સથી નક્કી થશે કે મોંઘવારી ભથ્થું 3 ટકા, 4 ટકા કે કેટલું હશે. આ સ્થિતિ સ્પષ્ટ થતા જ કર્મચારીઓને 0 ટકાથી આગળ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે.
(અહેવાલ-સાભાર ઝી બિઝનેસ હિન્દી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે