Home> Gujarat
Advertisement
Prev
Next

હર્ષદ મહેતા કરતા ખતરનાક ખેલાડી નીકળ્યા આ બે ગુજરાતી! શેર બજારમાં સેટિંગ કરી અબજો ભેગા કર્યાં

Gujarat Broker 100 Kg Gold Seizure: અમદાવાદના પાલડીમાં ATS અને DRIનું મોટું ઓપરેશન... મૂળ મુંબઈના મેઘ શાહના ઘરમાંથી મળ્યું 86 કરોડનું સોનુ, 70 લાખની રોકડ... કરોડો રૂપિયાના આસામી પાલડીમાં ભારે ઘર લઈને રહેતો હતો...

હર્ષદ મહેતા કરતા ખતરનાક ખેલાડી નીકળ્યા આ બે ગુજરાતી! શેર બજારમાં સેટિંગ કરી અબજો ભેગા કર્યાં

Ahmedabad News : ગુજરાતના અમદાવાદમાં એક દલાલના ઘરે દરોડા દરમિયાન લગભગ 100 કિલો સોનું મળી આવ્યું છે. એક દલાલ પાસેથી ૧૦૦ કિલો સોનું મળી આવતા ATS અને DRIના અધિકારીઓ દંગ રહી ગયા. આ સોનું એક બોક્સમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. તેની કિંમત ૮૩ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ત્યારે આ કેસમાં પિતા-પુત્રના મોટા કૌભાંડોનો પર્દાફાશ થયો છે. 

fallbacks

મહેન્દ્ર શાહ અને મેઘ શાહે શેર બજારમાં કાળા કાંડ
પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટના બંધ મકાનમાં અબજો રૂપિયાનું સોનું મળી આવ્યું છે. તો સાથે જ રોકડા પણ મળી આવ્યા છે. ત્યારે સમગ્ર કૌભાંડમાં શેર બજારના ઓપરેટર મહેન્દ્ર શાહ ઉર્ફે મહેન્દ્ર કાળિયા અને પુત્ર મેઘ શાહના મોટા કાંડ બહાર આવ્યા છે. બંને પિતા પુત્ર રૂપિયાના જોરે શેરબજારમાં કંપની ચાલુ કરાવતા હતા. તેના બાદ એ કંપનીના શેરમાં કૃત્રિમ ઉછાળો લાવીને શેર રોકાણકારોને પધરાવી દેતા હતા. ચારેક વર્ષમાં આ રીતે તેઓએ અબજો રૂપિયા ઘરભેગા કર્યા છે. આ રીતે તેઓએ અડધો ડઝલ લોકો પાસેથી 50 થી વધુ ખોખા કંપનીઓ ખરીદી હતી. 

પિતાપુત્રના ઉંચા સંપર્કો છે
આ કેસમાં સંડોવાયેલા પિતાપુત્રના ઉંચા સંપર્કો હોવાનું સામે આવ્યું છે. બંનેના અમદાવાદ અને મુંબઈના કેટલાક આઈપીએસ અધિકારી સાથે ઘરોબો હોવાનું જાણવા મળ્યું છે. 

દિલ્હીના નેતાને ગધેડા અને ઘોડામાં પણ ખબર નથી, મોઢવાડિયાનો રાહુલ ગાંધી પર કટાક્ષ

ખોખા કંપનીમાં અનેકોને રોવડાવ્યા 
ખોખા કપની એટલે જે કંપનીઓ વર્ષોથી બંધ થઈ ગઈ હોય તે ખરીદીને મહેન્દ્ર આણી મંડળી સેબીમાં તેણે લીસ્ટેડ કરાવતા હતા. આ રીતે આ કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવતા હતા. આ શેરના ભાવ વાયો તેવી અફવા પોતાની રિંગના માણસો દ્વારા કાળીયા આણી મંડળી ફેલાવતી હતી. આ રીતે લોકોને ઉંચા ભાવે શેર લેવડાવ્યા બાદ પોતે સસ્તા ભાવે ખરીદેલા શેર વેચીને કરોડો રૂપિયા રળી લેતા હતા. આ રીતે ઉંચકાયેલા  શેરના ભાવ ડાઉન થતા નાણા રોકનાર લોકોને રડવાનો વારો આવતો હતો. 

એક કિસ્સો જાણવા જેવો 
કાળા નાણાને ધોળા કરવાના આયોજનબદ્ધ કાવતર હેઠળ કાળા ઓપરેટર અને તેના મળતિયાને માર્ચ ૨૦૨૧માં ૩.૧૦ના ભાવે અને ઓક્ટોબર સ૦૨૪માં રૂ ૧૨૧ના ભાવે પ્રેફરન્સ શેર એલોટ કરી દીધા હતા. આ ઉપરાંત એક જ ઝાટકે પ્રમોટરના બદલે ૦૯ ટકા જેટલા માત્ર ઓપરેટરોએ ફાળવી દીધા હતા. બજારમાં માત્ર જૂજ લોકો પાસે શોટ હોય તો ભાવમાં વધઘટ કરવી સરળ બને છે.

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દેખાય તો આ નંબર પર ફોન કરજો, પોલીસ મદદે આવશે

આંગડિયામાં ગોલ્ડ મૂકીને કરોડોની ક્રેડિટ ખરીદી
આ પિતાપુત્રના કૌભાંડ હજી અટકે તેમ નથી. તેઓએ અમદાવાદ અને મુંબઈના ટોચની 30 જેટલી આંગડિયા પેઢીમાં ગોલ્ડ મૂકીને કરોડોની ક્રેડિટ ખરીદી લીધી હતી. 

શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી મળ્યો સોનાનો ખજાનો
અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી સોના અને રોકડનો ખજાનો કબજે કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ ATSની સાથે DRIની ટીમ પણ કરી રહી છે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યાં DRIના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા હતા. અહીં સર્ચ ઓપરેશન હાથ ધરતા 100 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું હતું. આ ઉપરાંત 70-80 લાખ રોકડા હોવાનું પણ સામે આવ્યું છે.

દીકરો વિદેશ ગયો અને લોકોએ ઉઘરાણી ચાલુ કરી, પિતાએ કંટાળીને કર્યો આપઘાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More