એકદમ પાક્કા પાયે તો નહીં પરંતુ સૂત્રો અને એક્સપર્ટ્સનું માનીએ તો આઠમું પગાર પંચ (8CPC) 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ શકે છે. સરકાર તેની ભલામણો પર 2025માં જ કામ શરૂ કરી શકે છે. બસ થોડી રાહ જુઓ.
પગારમાં 18-24% સુધીનો વધારો પાક્કો?
સાતમા પગાર પંચમાં 14.27% પગાર વધ્યો હતો. પરંતુ આ વખતે આશા છે કે આઠમાં પગાર પંચમાં આ વધારો 18% થી 24% સુધી હોઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર તેમાં સૌથી મોટી ભૂમિકા ભજવશે.
ફિટમેન્ટ ફેક્ટરનું નવું ગણિત
સાતમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું જેનાથી ન્યૂનતમ પગાર ₹18,000 થયો હતો. આઠમાં પગાર પંચમાં તે 1.90, 2.08 કે 2.86 હોઈ શકે છે. જો કે સૌથી વધુ ચર્ચા 1.90 ફિટમેન્ટ ફેક્ટરની છે. જો આમ થતું તો બેઝિક સેલરીમાં જબરદસ્ત વધારો થઈ શકે છે.
Minimum Salary ₹18,000 થી સીધો ₹34,200?
જો ફિટમેન્ટ ફેક્ટર 1.90 નક્કી થશે તો સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી સીધો વધીને ₹34,200 થઈ શકે છે. વિચારો કે પછી બાકી લેવલ પર કેટલો ફરક પડશે.
DA, HRA, TA બધુ વધશે
ફક્ત બેઝિક પગાર જ નહીં પરંતુ મોંઘવારી ભથ્થું (DA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ(TA) અને હાઉસ રેન્ટ અલાઉન્સ(HRA) માં પણ તગડો ઉછાળો આવવાની આશા છે. DA તો ફરીથી 0% થી શરૂ થશે અને દર 6 મહિને વધશે. હાલ ન્યૂનતમ પેન્શન ₹9,000 છે. આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ તે ₹15,000 થી ₹20,000 સુધી પહોંચી શકે છે અને મહત્તમ પેન્શન ₹1.25 લાખથી પણ ઉપર જઈ શકે છે.
મોંઘવારી સામે લડવા માટે બેઝિક પે વધશે. તમામ ભથ્થા વધશે. પેન્શનર્સને સારું રિવાઈઝ્ડ પેન્શન મળશે. રિટાયરમેન્ટ પર મળનારી ગ્રેચ્યુઈટી અને પીએફ કન્ટ્રીબ્યુશનમાં પણ સુધારો થશે. એટલે કે ચારે બાજુથી ફાયદો થશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના પગારમાં કેટલું અંતર?
કેન્દ્રીય કર્મચારીઓને તો Pay Matrix પ્રમાણે પગાર મળે છે. જ્યારે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ માટે અલગ નિયમ બનાવી શકે છે અથવા તો 8CPCને લાગૂ કરવામાં થોડો સમય લઈ શકે છે.
લેવલ 1થી 6 વાળાને ચાંદી જ ચાંદી!
જે કર્મચારીઓ પે મેટ્રિક્સમાં લેવલ 1થી લેવલ 6 વચ્ચે આવે છે તેમને સૌથી વધુ ફાયદો મળવાની આશા છે. જો કે ઊંચા લેવલના અધિકારીઓના પગારમાં પણ સારો એવો વધારો જોવા મળશે. પણ ફિટમેન્ટ ફેક્ટર તેમના માટે અલગ હોઈ શકે છે.
પ્રાઈવેટ સેક્ટરમાં પણ મચશે ધૂમ
જ્યારે સરકારી કર્મચારીઓના પગાર વધે છે તો પ્રાઈવેટ સેક્ટરમાં પણ પગાર વધારા માટે દબાણ બને છે. સારી કંપનીઓએ પોતાના ટેલેન્ટેડ લોકોને રોકવા માટે પગાર વધારવા પડી શકે છે. સરકારે આઠમાં પગાર પંચની રચનાને લીલી ઝંડી તો આપી દીધી છે. નવું પગાર પંચ મે મહિનાથી કામ શરૂ કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2025ના અંત સુધીમાં ભલામણો આવી જશે અને 2026થી તેને લાગૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ જશે.
DA નું મીટર ફરી શૂન્ય પર!
એવો નિયમ છે. આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ વર્તમાન તમામ ડીએ બેઝિક પગારમાં મર્જ (કે ફિટમેન્ટમાં એડજસ્ટ) થઈ જશે અને મોંઘવારી ભથ્થું (DA) ફરીથી શૂન્યથી શરૂ થશે. ત્યારબાદ દર 6 મહિનામાં તેને વધારવામાં આવશે. કર્મચારીઓને રિટાયરમેન્ટ પર મળનારી ગ્રેચ્યુઈટી અને તેમના EPF યોગદાનમાં પણ વધારો થશે. તેનાથી તેમની ફાઈનાન્શિયલ સિક્યુરિટી મજબૂત થશે.
વધેલો પગાર, સારા ભથ્થા અને મજબૂત રિટાયરમેન્ટ પેન્શનના પગલે સરકારી નોકરી વધુ આકર્ષક અને ફાયદાકારક થશે. જો તમે તૈયારી કરી રહ્યા હોવ તો વધુ જોર લગાવો. અર્થવ્યવસ્થા ઉપર પણ તેની પોઝિટિવ અસર જોવા મળશે. કારણ કે લોકોના હાથમાં પૈસા આવશે તો ડિમાન્ડ પણ વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે