Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: લીમડાના પાનની પેસ્ટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ફેસ પર, ખીલ, ડાઘ સહિતની સમસ્યાથી મળશે છુટકારો

Skin Care Tips: લીમડાના પાનની પેસ્ટ બનાવી તેમાં આ વસ્તુ ઉમેરીને નિયમિત સ્કિન પર લગાડો. આ ફેસપેક સ્કિનની સુંદરતા વધારે છે. સાથે જ ખીલ, ડાર્ક સ્પોટ જેવી તકલીફોને દુર કરે છે. 

Skin Care: લીમડાના પાનની પેસ્ટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ફેસ પર, ખીલ, ડાઘ સહિતની સમસ્યાથી મળશે છુટકારો

Skin Care Tips: દરેક મહિલાની ઈચ્છા હોય કે તેની સ્કિન વધતી ઉંમરે પણ સુંદર રહે અને બેદાગ દેખાય. પરંતુ આજની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે મહિલાઓ સ્કિન પર ધ્યાન આપી શકતી નથી. જેના કારણે ખીલ, ડાર્ક સ્પોટ સહિતની સમસ્યા થઈ જાય છે અને ત્વચાની રંગત છીનવાઇ જાય છે. જોકે હવે પછી તમારી સાથે આવું નહીં થાય. આજે તમને એકદમ સરળ અને રામબાણ ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી સ્કિનની બધી જ સમસ્યાનું સમાધાન એક સાથે મળી જશે. 

fallbacks

આ પણ વાંચો: બાળકને આપી શકાય એવી સોનાની વસ્તુઓની લેટેસ્ટ ડિઝાઈન, 1 થી 3 ગ્રામના વજનની ક્યુટ ગિફ્ટ

કડવા લીમડાના ઝાડ કોઈપણ જગ્યાએ સરળતાથી મળી રહે છે. કડવા લીમડાના તાજા પાન તમારી ત્વચાની દરેક સમસ્યાને દૂર કરી નાખશે. આ પાનની ખાસ વાત એ છે કે તેનાથી કોઈ આડઅસર પણ નહીં થાય. તેને તમે નિયમિત લગાડી શકો છો. તો ચાલો તમને જણાવીએ લીમડાથી ત્વચાની સમસ્યાઓ કેવી રીતે દૂર થાય છે? 

આ પણ વાંચો: આ સ્ટેપ ફોલો કરી ઘરે આરામથી દુર કરી શકશો નેલ એક્સટેન્શન, પાર્લર જવાની જરૂર નહીં પડે

સૌથી પહેલા લીમડાના તાજા પાન તોડી લેવા અને તેને પાણીથી સાફ કરી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટમાં ગુલાબજળ ઉમેરીને ચહેરા પર 15 મિનિટ માટે લગાવવું. ત્યાર પછી ચહેરો પાણીથી ધોઈ લો. આ રીતે લીમડાના પાનની પેસ્ટ લગાડવાથી ખીલ અને ઇન્ફેક્શન ઓછું થઈ જાય છે. આ બેઝીક ફેસપેક છે જેનો ઉપયોગ કોઈપણ કરી શકે છે.

લીમડાના પાન અને મુલતાની માટીની પેસ્ટ 

આ પણ વાંચો: શરીર ઢોલ જેવું થઈ ગયું હોય તો આ સ્ટેપ ફોલો કરવા લાગો, ડાયટિંગ વિના વજન ઘટવા લાગશે

સ્કિન કેર માટે તમે લીમડાના પાનનો પાવડર પણ વાપરી શકો છો. આ પાવડરમાં મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરી ફેસપેક બનાવી લો. આ ફેસપેકને ચહેરા પર સારી રીતે લગાવો અને સુકાયા પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરો. તેનાથી એક્સ્ટ્રા ઓઇલ દૂર થશે અને ચહેરા પર ગ્લો દેખાશે. 

આ પણ વાંચો: Besan Face Packs: ચણાના લોટમાં કઈ કઈ વસ્તુઓ ભેળવી ચહેરા પર લગાડી શકાય ? આ રહ્યો જવાબ

લીમડાનું ટોનર 

લીમડાના પાનને સારી રીતે ધોયા પછી પાણીમાં બરાબર ઉકાળો. પાણીનો રંગ લીલો થઈ જાય પછી ગેસ બંધ કરીને ટોનરને ઠંડુ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. આ પાણીને દિવસમાં બે થી ત્રણ વખત ચહેરા પર છાંટો. 

આ પણ વાંચો: Hair Fall: રસોડાના આ પાણીનો વાળ ધોવામાં ઉપયોગ કરો, વાળ ખરતા બંધ થઈ જશે

ડાર્ક સ્પોટ માટે ફેસપેક 

જો ચેહરા પર ખીલના કારણે ડાઘ પડી ગયા હોય તો લીમડાના પાનની પેસ્ટ બનાવી તેમાં હળદર અને મધ મિક્સ કરી ચહેરા પર અપ્લાય કરો. આ પેસ્ટને 15 મિનિટ માટે ચહેરા પર રાખો અને પછી ચહેરો સાફ કરી લો. તેનાથી ખીલ અને ડાઘ ધબ્બા દૂર થઈ જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More