આઠમાં પગાર પંચની જ્યારે પણ વાત થતી હોય ત્યારે બધાની નજર ફિટમેન્ટ ફેક્ટર અને બેઝિક સેલરી પર હોય છે પરંતુ તમારી મહિનાની કમાણીનો હિસાબ ફક્ત બેઝિક સેલરીથી પૂરો થતો નથી. અસલ ટેક હોમ સેલરીનો એક મોટો હિસ્સો હોય છે ભથ્થા. આ વખતે આઠમાં પગાર પંચમાં બેઝિક પગારની સાથે સાથે આ ભથ્થાના નિયમોમાં પણ મોટા અને મહત્વપૂર્ણ ફેરફારોની તૈયારી છે.
રિપોર્ટ્સ મુજબ સરકાર મકાન ભાડા ભથ્થું (HRA), મેડિકલ અલાઉન્સ અને મુસાફરી ભથ્થું (Travel Allowance - TA) ના હાલના સ્ટ્રક્ચરને આજની વધતી મોંઘવારી અને જરૂરિયાતો પ્રમાણે ફરીથી તૈયાર કરી શકે છે. આ ફેરફારો લાખો કર્મચારીઓ માટે એક ડબલ ખુશખબરી લઈને આવશે.
આઠમાં પગાર પંચમાં આ 3 મહત્વપૂર્ણ ભથ્થાઓમાં કયા કયા ફેરફાર થઈ શકે છે અને તેની તમારા ખિસ્સા પર શું અસર પડી શકે તે પણ સમજીએ.
1. મકાનભાડા ભથ્થું (HRA): રીસેટ થશે નિયમ
HRA ભથ્થું તમે તમારા શહેરમાં ભાડાના ઘરમાં રહેવા માટે અપાતું ભથ્થું છે. સાતમાં પગાર પંચે શહેરોને તેમની વસ્તી પ્રમાણે ત્રણ કેટેગરીમાં વહેંચ્યા હતા. X, Y, અને Z
સાતમાં પગાર પંચનો મૂળ નિયમ શું હતો?
- જ્યારે 1 જાન્યુઆરી 2026ના રોજ સાતમું પગાર પંચ લાગૂ થયું તો HRA ના દર હતા...
X કેટેગરીના શહેર (મેટ્રો)
બેઝિક સેલરીના 24%
Y કેટેગરીના શહેર (મોટા શહેર)
બેઝિક સેલરીના 16%
Z કેટેગરીના શહેર (નાના શહેર/ગામડા)
બેઝિક સેલરીના 8%
આ સાથે જ એવો નિયમ હતો કે જ્યારે મોંઘવારી ભથ્થું (DA) 25% પાર કરશે તો દરો 27%, 18%, 9% થઈ જશે અને જ્યારે DA 50% પાર કરશે તો દરો 30%, 20%, 10% થઈ જશે.
આઠમાં પગાર પંચમાં કેવી રીતે બદલાઈ શકે નિયમો?
1. HRA દરો રીસેટ થશે
જે રીતે દરેક નવા પગાર પંચમાં DA શૂન્યથી શરૂ થાય છે બરાબર એ જ રીતે પૂરેપૂરી શક્યતા છે કે HRA ના દરો પણ પોતાના મૂળ બેઝ રેટ એટલે કે 24%, 16%, અને 8% પર પાછા આવશે.
. તો ફાયદો કઈ રીતે થશે?
અસલ ફાયદો બે પ્રકારે થશે
- વધેલા બેઝિક સેલરી પર HRA
સૌથી મોટો ફાયદો એ છે કે HRA ની ગણતરી તમારા નવા અને વધેલા બેઝિક પગાર પર થશે.
ઉદાહરણથી સમજો
માની લો કે તમારો હાલનો બેઝિક સેલરી ₹35,400 (લેવલ-6) છે અને તમે X કેટેગરીના શહેરમાં રહો છો. હાલ તમારો HRA (30% ના દરથી) ₹10,620 છે.
હવે માની લો કે આઠમાં પગાર પંચમાં તમારી બેઝિક સેલરી વધીને ₹90,000 થઈ જાય છે. જેના પર રીસેટ થયેલો 24%ના દરે તમારું નવું HRA ₹21,600 (90,000 ના 24%) હોઈ શકે. એટલે કે ₹21,600 (90,000 का 24%). એટલે કે HRA ના દર ઓછા હોવા છતાં. તમારા ખિસ્સામાં આવનારું HRA બમણાથી પણ વધુ થઈ શકે છે.
2. મેડિકલ અલાઉન્સ
સાતમાં પગાર પંચે મોટાભાગના કાર્યરત કર્મચારીઓ માટે ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સ ખતમ કરી દીધુ હતું અને તેની જગ્યાએ CGHS જેવી સ્વાસ્થ્ય યોજાઓ પર ભાર મૂક્યો હતો. પરંતુ જે પેન્શનર્સ CGHSના દાયરામાં નથી આવતા તેમને એક ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સ મળે છે.
વર્તમાન સ્થિતિ
પેન્શનર્સને હાલ ₹1000 પ્રતિ માસનું ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સ (FMA) મળે છે.
આઠમાં પગાર પંચથી શું આશા છે?
અલાઉન્સની રકમમાં વધારો- 2017થી અત્યાર સુધીમાં દવાઓ અને ડોક્ટરની ફીમાં ભારે વધારો થયો છે. જેને જોતા એ નક્કી છે કે આઠમાં પગાર પંચમાં પેન્શનર્સ માટે ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સને 1000 રૂપિયાથી વધારીને ઓછામાં ઓછું 2000 રૂપિયા કે 3000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી શકે છે. લાખો પેન્શનર્સ માટે આ એક મોટી રાહત બની શકે જે પોતાની સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે આ ભથ્થા પર નિર્ભર છે.
3. મુસાફરી ભથ્થું (Travel Allowance- TA)
TA કર્મચારીઓને તેમના ઘરેથી ઓફિસ આવવા જવા માટે ખર્ચા પેટે અપાય છે. આ ભથ્થું સીધી રીતે મોંઘવારી ભથ્થા (DA)સાથે જોડાયેલું હોય છે.
વર્તમાન નિયમ- જ્યારે પણ DA વધે છે તો TA ની કુલ રકમ ઉપર પણ તેની અસર પડે છે.
આઠમાં પગાર પંચમાં શું થશે ફેરફાર?
DA મર્જરની અસર
આઠમાં પગાર પંચમાં જ્યારે વર્તમાન ડીએ (જે ત્યાં સુધીમાં 60%થી ઉપર થઈ શકે છે) બેઝિક સેલરીમાં મર્જ કરી આપવામાં આવશે તો TA ની ગણતરી સંપૂર્ણ રીતે બદલાઈ જશે. તે એક નવા આધાર પર નક્કી કરવામાં આવશે.
શહેરોના પ્રમાણે વધારો
છેલ્લા 10 વર્ષમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ખર્ચામાં ભારે વધારો થયો છે. આઠમું પગાર પંચ આ તમામ વાતો ધ્યાનમાં રાખીને TA ના મૂળ દરોમાં પણ એક મહત્વપૂર્ણ વધારો કરી શકે છે. જેથી કરીને તે આજના ખર્ચા પ્રમાણે પ્રાસંગિક બની રહે.
સંપૂર્ણ સમાચારનું તારણ શું છે?
આઠમું પગાર પંચ ફક્ત તમારા બેઝિક સેલરીની જ કાયાપલટ કરશે તેવું નથી પરંતુ તે તમારા ભથ્થાને પણ એક નવું અને સારું રૂપ આપશે. HRA ના દરો રીસેટ થવા છતાં વધેલા બેઝિક સેલરીના કારણે તમારા ખિસ્સામાં આવતું આ ભથ્થું ખુબ વધી જશે. જ્યારે પેન્શનર્સ માટે મેડિકલ અલાઉન્સમાં વધારો અને તમામ માટે TA માં એક તર્કસંગત વધારો એ સુનિશ્ચિત કરશે કે તમારા વધેલા સેલરીનો ફાયદો ફક્ત કાગળ પર ન જોવા મળે. પરંતુ તમારી ટેક હોમ સેલરી પણ મજબૂત હોય. આ ફેરફાર લાખો કર્મચારીઓને મોંઘવારી સામે લડવા અને એક સારું જીવનસ્તર જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે