Home> India
Advertisement
Prev
Next

8th Pay Commission: પગાર માટે મહત્વનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહેશે કે તેનાથી વધશે? સરકારી કર્મચારીઓએ જાણવા જેવી માહિતી

ફિટમેન્ટ ફેક્ટર એક એવી વસ્તુ છે જેના દ્વારા કર્મચારીઓના પગારની ગણતરી થાય છે. કર્મચારીઓ શું માંગણી કરી રહ્યા છે અને હાલ ફિટમેન્ટ ફેક્ટર કેટલું છે એ પણ જાણો. 

8th Pay Commission: પગાર માટે મહત્વનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહેશે કે તેનાથી વધશે? સરકારી કર્મચારીઓએ જાણવા જેવી માહિતી

8th Pay Commission Update: સરકાર તરફથી થોડા સમય પહેલા આઠમાં પગાર પંચની રચના અંગે મહત્વની જાહેરાત થઈ હતી. ત્યારબાદથી સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો ફેરફાર થશે, તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી(JCM-NC) એ ફિટમેન્ટ ફેક્ટરને ઓછામાં ઓછું 2.57 કે તેનાથી વધુ  કરવાની માંગણી કરી છે. અત્રે જણાવવાનું કે સાતમાં પગાર પંચ હેઠળ પણ ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગૂ કરાયું હતું. એનડી ટીવીના રિપોર્ટ મુજબ JCM-NCના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે, ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું 2.57 કે તેનાથી વધુ હોવું જોઈએ. 

fallbacks

ફિટમેન્ટ ફેક્ટર 2.57નો અર્થ શું?
ફિટમેન્ટ ફેક્ટર એક કેલ્ક્યુલેશન સિસ્ટમ છે. જેનાથી સરકારી કર્મચારીઓના પગાર નક્કી થાય છે. જો 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગૂ થાય તો સરકારી કર્મચારીઓના પગારમાં લગભગ 157 ટકાનો ઉછાળો આવે. તેનો અર્થ એ થયો કે હાલનું 18,000 રૂપિયા લઘુત્તમ વેતન વધીને 46,260 રૂપિયા પ્રતિ માસ થઈ જાય. આ જ રીતે લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધીને 23,130 રૂપિયા પ્રતિ માસ થઈ જશે. 

2016માં ફિટમેન્ટ ફેક્ટ 2.57 લાગૂ થયું હતું
આ અગાઉ સાતમા પગાર પંચ હેઠળ 2016માં ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગૂ કરાયું હતું. તે સમયે લઘુત્તમ વેતન 7,000 રૂપિયા માસિકથી વધીને સીધુ 18,000 રૂપિયા માસિક થઈ ગયું હતું. કેટલાક કર્મચારી સંગઠનોએ આઠમાં પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગૂ કરવાની માંગણી કરી હતી. પરંતુ પૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગે કહ્યું હતું કે આ આકાશ પાસેથી તારા માંગવા જેવું છે. તેનો સીધો સંકેત છે કે આ ઘણું મુશ્કેલ છે અને તેવું થાય તે શક્ય લાગતું નથી. તેમણે  કહ્યું કે 1.92 ફિટમેન્ટ ફેક્ટર વધુ વ્યવહારિક હોઈ શકે છે. જો આમ થયું તો ઓછામાં ઓછું પગારમાં 92% નો વધારો થશે અને તે 18,000 રૂપિયાથી વધીને 34,560 રૂપિયા થઈ જશે. 

JCM-NC કેમ માંગે છે 2.57થી વધુ ફિટમેન્ટ ફેક્ટર?
NDTV Profit ના રિપોર્ટ મુજબ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે તેનાથી વધુ હોવું જોઈએ કારણ કે જૂના સ્ટાન્ડર્ડ હવે પ્રાસંગિક નથી. તેમણે જણાવ્યું કે સાતમાં પગાર પંચે 1957ના 15માં ભારતીય શ્રમ સંમેલન (ILC)ના સિદ્ધાંત અને ડો. અયક્રોયડના મિનીમમ પેના ફોર્મ્યૂલાને અપનાવ્યો હતો. પરંતુ હવે આ સ્ટાન્ડર્ડ સંપૂર્ણ રીતે બદલાઈ ચૂક્યા છે. ડો. અયક્રોયડના ફોર્મ્યૂલામાં ફક્ત જરૂરી ચીજોના ભાવ જોડવામાં આવ્યા હતા. પરંતુ આજની ડિજિટલ અને ખર્ચ જેમ કે ઈન્ટરનેટ, મોબાઈલ, વીમો, રોકાણ વગેરેને ધ્યાનમાં રાખવામાં આવ્યા નથી. 

ત્રણ લોકોની જરૂરિયાતને વધારીને પાંચ કરવાની માંગણી
સાતમાં પગાર પંચ હેઠળ એક પરિવારના ત્રણ લોકોની જરૂરિયાતો નિર્ધારિત કરાઈ હતી. પરંતુ આઠમાં પગાર પંચમાં તેને વધારીને પાંચ લોકો કરવાની માંગણી થઈ રહી છે. જેથી કરીને માતા પિતા અને આશ્રિત સભ્યોને જોડી શકાય. મોંઘવારી સતત વધી રહી છે. જેનાથી સામાન્ય જનતાની જરૂરિયાતો પણ વધી છે. શિક્ષણ, સ્વાસથ્ય, પરિવહન, અને ડિજિટલ સેવાઓ પર ખર્ચો ઘણો વધી ગયો છે. માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અધિનિયમ 2022 હેઠળ પરિવારની જવાબદારીઓમાં વધારો થયો છે. 

ક્યારે લાગૂ થશે આઠમા પગાર પંચની ભલામણો
સાતમા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થાય છે. આથી નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગૂ  થાય તેવી સંભાવના છે. જો કે જાણકારોનું માનવું છે કે તેમાં વિલંબ પણ થઈ શકે છે અને તેને લાગૂ થવામાં વધુ સમય પણ લાગી શકે છે. 16 જાન્યુઆરી 2025ના રોજ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. જો કે હજુ તેના ચેરમેન, મેમ્બર, અને અન્ય શરતો અંગે જાહેરાત થઈ નથી. સાતમું પગા પંચ 2016માં લાગૂ થયું હતું. એ જ રીતે આઠમું પગાર પંચ 2026માં લાગૂ થવાની શક્યતા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More