Home> India
Advertisement
Prev
Next

લોકડાઉનથી વિચિત્ર સ્થિતિ સર્જાઈ, આ રાજ્યની સરકારે દારૂ માટે નિયમો નેવે મૂકવા પડ્યા

સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે એક નવી સમસ્યા આવી ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હજુ તો ટળ્યું નથી ત્યાં દારૂ ન મળવાના કારણે 9 લોકોના મોત થઈ ગયા છે. જેના કારણે સ્થાનિક સરકાર સામે નવી મુસિબત પેદા થઈ છે. હવે રાજ્ય સરકાર પોતાના હાલના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે જેથી કરીને સરળતાથી દારૂ મળી શકે.

લોકડાઉનથી વિચિત્ર સ્થિતિ સર્જાઈ, આ રાજ્યની સરકારે દારૂ માટે નિયમો નેવે મૂકવા પડ્યા

નવી દિલ્હી: સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે એક નવી સમસ્યા આવી ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હજુ તો ટળ્યું નથી ત્યાં દારૂ ન મળવાના કારણે 9 લોકોના મોત થઈ ગયા છે. જેના કારણે સ્થાનિક સરકાર સામે નવી મુસિબત પેદા થઈ છે. હવે રાજ્ય સરકાર પોતાના હાલના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે જેથી કરીને સરળતાથી દારૂ મળી શકે.

fallbacks

UP: CM યોગીએ મનરેગાના 27.5 લાખ મજૂરોના ખાતામાં 611 કરોડ ટ્રાન્સફર કર્યાં

9 લોકોએ કરી છે આત્મહત્યા
સમાચાર એજન્સી PTIના જણાવ્યાં મુજબ લોકડાઉનના કારણે અનેક લોકોને દારૂ મળતો નથી. કેરળમાં અત્યાર સુધીમાં 5 અને કર્ણાટકમાં ચાર લોકોએ દારૂ ન મળતા આત્મહત્યા કરી લીધી. ડોક્ટરોનું કહેવું છે કે સમગ્ર રાજ્યમાં ફક્ત મહત્વની સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ હોવાની માઠી અસર દારૂડિયાઓ પર પડી છે. 

લોકડાઉન તો PM મોદીને પણ લાગુ પડે, જાણો શું કરે છે પોતાને એકદમ ફિટ રાખવા માટે

કેરળ સરકારે નિયમોમાં કર્યાં ફેરફાર
લોકડાઉન દરમિયાન આત્મહત્યાની ઘટનાઓએ કેરળ સરકારને નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પાડી છે. કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને જણાવ્યું કે કોરોના વાયરસથી રાજ્યમાં ફક્ત એક જ મોત થયું છે. જ્યારે તેના બચાવ દરમિયાન લોકડાઉનમાં 5 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવે દારૂના બંધાણીઓ માટે આબકારી વિભાગ દારૂ ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દારૂ ઉપલબ્ધ કરાવવા માટે ઓનલાઈન સેવા પણ શરૂ કરશે. 

જુઓ LIVE TV

ઉલ્લેખનીય છેકે કોરોના વાયરસ મહામારીને રોકવા માટે જ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉનનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવાઓ સિવાયની તમામ દુકાનો, મોલ અને અન્ય જાહેર સ્થળોને બંધ કરી દેવાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More