નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું સજ્જડ લોકડાઉન છે. આ બધા વચ્ચે કોરોના સામે યુદ્ધ સ્તરે લડાઈ લડી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મજૂરોનું પલાયન એક મોટી મુસીબત બની ગઈ છે. મજૂરોના પલાયન મામલે સુનાવણી કરતા સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોનું પલાયન રોકવું જ પડશે.
લોકડાઉનથી વિચિત્ર સ્થિતિ સર્જાઈ, આ રાજ્યની સરકારે દારૂ માટે નિયમો નેવે મૂકવા પડ્યા
દિલ્હીથી પલાયન કરતા મજૂરોને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગણી પર આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરો લોકોમાં ડર અને અફરાતફરીના માહોલનો છે. કોર્ટે કેન્દ્ર પાસે એફિડેવિટ દાખલ કરીને સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાની જાણકારી માંગી છે.
UP: CM યોગીએ મનરેગાના 27.5 લાખ મજૂરોના ખાતામાં 611 કરોડ ટ્રાન્સફર કર્યાં
કોર્ટે કહ્યું કે અમે આ અરજીને વિરોધાત્મક માનતા નથી. પરંતુ આ અરજીનો એ પ્રકારે પ્રચાર ન થવો જોઈએ કે કોર્ટ પલાયનને મંજૂરી આપવા માટે કોઈ તરકીબ કાઢશે. પલાયનને તો રોકવું જ પડશે. જેના પર હવે આગામી સુનાવણી મંગળવારે થશે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે અરજીમાં પલાયન કરી રહેલા મજૂરોને ભોજન અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગણી કરવામાં આવી છે. આ સાથે જ બધાને તરત સરકારી ઈમારતોમાં આશ્રય આપવાની માગણી પણ અરજીમાં કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે