નવી દિલ્હીઃ આજના સમયમાં આપણે પૈસા વગર કોઈ પણ વસ્તુ અંગે વિચારી શક્તા નથી. નાનામાં નાના કામ માટે પણ આપણને પૈસાની જરૂર પડે છે. પૈસો આજના જીવનની અનિવાર્ય જરૂરિયાત છે. તેમ છતાં મધ્યપ્રદેશના બડવાણીના સેંધવામાં એક વ્યક્તિ એવો છે જેને પૈસા જોઈને ગુસ્સો આવી જાય છે. તેના માટે પૈસા કોઈ મહત્વના નથી. પૈસા જોઈને આ વ્યક્તિને મુંઝવણ ચડી જાય છે.
35 વર્ષના કમલ નામની આ વ્યક્તિએ પોતાની જિંદગીમાં ક્યારેય પૈસાને હાથ લગાવ્યો નથી. તે જણાવે છે કે, પૈસા જોઈએ જ તેને મુંઝવણ થવા લાગે છે. તેને પૈસા જોવાનું સારું લાગતું નથી. તેણે સ્વીકાર્યું કે, આ કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેમ છતાં તેને પૈસાને સ્પર્શવાનું મન થતું નથી. કમલની પત્નીએ જણાવ્યું કે, તેમનાં લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ તે પોતે પણ પોતાની પાસે એક પણ પૈસા રાખતી નથી, કેમ કે તેના પતિને ગમતું નથી.
દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો રોકવામાં નિષ્ફળઃ સુપ્રીમ કોર્ટ
કમલની ભાભીએ જણાવ્યું કે, હું આ ઘરમાં લગ્ન કરીને 24 વર્ષથી આવી છું, પરંતુ મેં કમલને ક્યારેય પૈસાને હાથ લગાવતા જોયો નથી. અમે પંડિતજીને જ્યારે આ અંગે પુછ્યું તો તેમણે કહ્યું હતું કે, કમલ પૂર્વ જન્મમાં ખુબ જ પૈસાદાર હતો અને આ કારણે તે પૈસાને હાથ લગાવતો નથી.
ઈ-સિગારેટ અને ઈ-હુક્કા પર દેશભરમાં પ્રતિબંધ લગાવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય
જોકે, કમલ આજે ફ્રૂટનો વ્યવસાય કરે છે અને તેને સફળતાપૂર્વક સંચાલિત કરે છે. કમલે પોતાના વ્યવસ્યામાં એક યુવકને રાખ્યો છે, જે તેનો તમામ નાણાકિય વ્યવહાર સંભાળે છે. કમલના મિત્રોએ પણ જણાવ્યું કે, બાળપણમાં જ્યારે કોઈ તેને પૈસા આપતું તો તે તેની સાથે મારામારી કરવા લાગતો હતો.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે