કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (Srilanka Cricket Board)ને પાકિસ્તાનના પ્રવાસ પર જવાની આશા છે પરંતુ તે સુરક્ષા મંત્રાલયની અંતિમ મંજૂરી મળવાની રાહ જોશે. શ્રીલંકા ક્રિકેટના સચિમ મોહન ડિ સિલ્વા (Mohan De Silva)એ કહ્યું કે, તે પોતાના યજમાનની સરક્ષા તૈયારીથી સંતુષ્ટ હતા પરંતુ પાછલા સપ્તાહે સંભવિત આતંકી હુમલાના રિપોર્ટને તપાસ માટે રક્ષા મંત્રાલયની પાસે મોકલવામાં આવ્યો છે.
શ્રીલંકા ક્રિકેટ ટીમ માર્ચ 2009મા પાકિસ્તાનના લાહોરમાં ટેસ્ટ મેચ દરમિયાન આતંકી હુમલાનો શિકાર બની હતી. આતંકીઓના હુમલામાં શ્રીલંકાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પાકિસ્તાનના છ પોલીસકર્મી અને બે નાગરિકોનું આ હુમલામાં મોત થયું હતું.
2003 વિશ્વકપ રમનારા યુવરાજ-મોંગિયા સહિત 13 ખેલાડીઓ થઈ ગયા છે નિવૃત, હવે બે બાકી
2009મા થયેલા હુમલા બાદ મોટા ભાગની આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાની ના પાડી હતી. શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલયે બોર્ડને ચેતવણી આપી હતી કે તેને ટીમના ખેલાડીઓ પર સંભવિત આતંકી હુમલાની પુષ્ટિ વિનાની સૂચના મળી હતી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ત્યારબાદ પ્રવાસ તો રદ્દ ન કર્યો પરંતુ સરકાર પાસે સુરક્ષાની સ્થિતિની પુનઃ સમીક્ષા કરવા અને ટૂર્નામેન્ટને લઈને અંતિમ નિર્ણય લેવાનું કહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે