ગજાનન દેશમુખ/ હંગોલીઃ મહારાષ્ટ્રનાં એક આઘાતજનક ઘટના ઘટી છે. સમયસર એમ્બ્યુલન્સ ન મળતાં એક આશાસ્પદ અભિનેત્રી અને તેના નવજાત બાળકનું મોત થઈ ગયું. પરિવારજનો સરકારી વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના હિંગોલીના ગોરેગાંવની આ ઘટના છે. 25 વર્ષની મરાઠી ફિલ્મોની અભિનેત્રી પૂજા ઝુંઝારને 19 ઓક્ટોબરના રોજ મોડી સાંજે પ્રસવ પીડા ઉપડી હતી. આથી તેને તાત્કાલિક નજીકના ગોરેગાંવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી. અહીં તેણે રાત્રે 2.00 કલાકે એક શિશુને જન્મ આપ્યો હતો. જોકે, જન્મતાની સાથે જ નવજાત બાળકનું મોત થઈ ગયું અને માતાની તબિયત પણ લથડવા લાગી.
દવાના પત્તા પર લાલ લીટી હોય સાવધાન... ડોક્ટરને પૂછ્યા વગર સેવન ન કરતા, ખાસ જાણો અર્થ
આથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ પૂજાને તાત્કાલિક હિંગોલાની જિલ્લા હોસ્પિટલ લઈ જવા તેના પરિવારજનોને જણાવ્યું હતું. આથી પૂજાના પતિ વિષ્ણુ ઝુંઝારેએ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી, પરંતુ એમ્બ્યુલન્સ મળી નહીં. ત્યાર પછી 102 પર કોલ કરીને નાની એમ્બ્યુલન્સ મગાવી હતી, પરંતુ તે પણ ઉપલબ્ધ ન હતા.
આ બાજૂ પૂજાની તબિયત ધીમે-ધીમે વધુ લથડવા લાગી હતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તેનો ઈલાજ કરવા સક્ષમ ન હતા. પરિવારે પૂજાને ખાનગી વાહનમાં હિંગોલી લઈ જવાનો નિર્ણય લીધો. ખાનગી વાહનમાં પૂજાને લઈને પરિજનો હિંગોલી જવા નિકળ્યા પરંતુ હજુ તેમણે અડધો કલાકનો પણ રસ્તો પસાર ન કર્યો હતો કે પૂજાએ અંતિમ શ્વાસ લઈ લીધા.
સોશિયલ મીડિયા દુરૂપયોગઃ કેન્દ્રએ સુપ્રીમમાં કહ્યું, 3 મહિનામાં આવશે કડક કાયદો
પૂજાના પતિ વિષ્ણુ ઝુંઝારે જણાવ્યું કે, "મારી પત્નીની પ્રસુતિ બાદ તબિયત ખરાબ થઈ હતી, આથી ડોક્ટરોએ તેને હિંગોલી જિલ્લા હોસ્પિટલ લઈ જવા સલાહ આપી હતી. ગોરેગાંવ આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય ડોક્ટર હાજર ન હતા. જો સમયસર એમ્બ્યુલન્સ મળી ગઈ હોત તો પૂજાનો જીવ બચી જતો."
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે