Home> India
Advertisement
Prev
Next

VIDEO : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી સફળતા, અથડામણમાં 3 આતંકી ઠાર

આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ ઘરને ઘેરો નાખ્યો હતો. સુરક્ષા દળો દ્વારા ઘરને ઘેરી લેવાયા પછી આતંકવાદીઓએ સામે ગોળીબાર શરૂ કર્યો હતો. 
 

VIDEO : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી સફળતા, અથડામણમાં 3 આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 3 આતંકીનાં મોત થયા છે. પુલવામા જિલ્લાના ત્રાલમાં એક ઘરમાં 2 થી 3 આતંકી છુપાયાની માહિતી મળ્યા પછી સેનાએ ઘરને ચારે તરફથી ઘેરી લીધું હતું. સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસનું આ સંયુક્ત ઓપરેશન હતું. 

fallbacks

આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ ઘરને ઘેરો નાખ્યો હતો. સૂત્રો પાસેથી પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ત્રાલમાં આતંકવાદી ઘાત લગાવીને બેઠા છે, જે ઘાટીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. સુરક્ષા દળો દ્વારા ઘરને ઘેરી લેવાયા પછી આતંકવાદીઓએ સામે ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીને ઠાર મારવામાં પોલીસને સફળતા મળી હતી.  

ભારતીય સેના દ્વારા પીઓકેમાં 3 આતંકી લોન્ચપેડનો સફાયો કર્યા પછી મંગલવારે પાકિસ્તાનની સેનાએ ફરીથી જમ્મુના મેંઢર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. મેંઢર સેક્ટરના બાલાકોટ વિસ્તારમાં થયેલી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની નાગરિક ઘાયલ થયા હતા. ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More