ભારતીય જનતા પાર્ટી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં લાગી હતી અને અટકળો હતી કે આગામી મહિના સુધીમાં આ ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ શકે છે. પરંતુ સંસદના મોનસૂન સત્રના પહેલા જ દિવસે એટલે કે 21 જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ પદથી જગદીપ ધનખડે રાજીનામું ધરી દીધુ અને આ અચાનક પડેલા રાજીનામાએ ભાજપની રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને અદ્ધર તાલે લટકાવી દીધી છે. આ સાથે જ અનેક રાજ્યોમાં પણ નિયુક્તિઓનો ઈન્તેજાર વધી ગયો છે. ધનખડના રાજીનામાથી હવે બધુ ફોકસ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પર ક્રેન્દિત થયું છે. જેના કારણે સંગઠનાત્મક ચૂંટણી એકવાર ફરીથી ઠંડી પડી છે.
ક્યાં સુધીમાં થઈ શકે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી?
ભાજપના બંધારણ મુજબ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યારે શક્ય છે જ્યારે ઓછામાં ઓછા અડધા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણી થઈ જાય. પરંતુ હજુ યુપી, ગુજરાત, અને કર્ણાટક જેવા મહત્વના રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી બાકી છે. પાર્ટી કાર્યકરો લાંબા સમયથી નેતૃત્વની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ ર હ્યા છે અને જગદીપ ધનખડના રાજીનામાની સીધી અસર અનેક મહત્વના રાજ્યો પર પડી રહી છે. એ વાતનો કોઈ સ્પષ્ટ સંકેત નથી કે સંગઠનાત્મક ચૂંટણી ક્યાં સુધીમાં પૂરી થશે અને હાલના મોનસૂન સત્રમાં આમ થવાની સંભાવના ઓછી જોવા મળી રહી છે. ત્યારબાદ પાર્ટી બિહારમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે રાજનીતિક ગતિવિધિઓ તેજ કરશે, જેનાથી સંગઠનની ચૂંટણી પ્રક્રિયા વધુ લાંબી ખેંચાઈ શકે છે.
ભાજપ અધ્યક્ષ માટે કયા નેતાઓના નામ ચર્ચામાં?
જો કે કેટલાક નામો પર હજુ પણ આંતરિક ચર્ચા ચાલી રહી છે, જેમાં ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજસિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ જેવા પ્રમુખ નામો સામેલ છે. આ નેતાઓને તેમના સંગઠનાત્મક અનુભવ, રાજનીતિક પ્રતિનિધિત્વ, અને સામાજિક સંતુલન જાળવી રાખવાની ક્ષમતાના આધારે જોવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ પણ એક નામ પર પાર્ટી અને આરએસએસ વચ્ચે સહમતિ બની શકી નથી.
શું ઈચ્છે છે RSS?
મીડિયા રિપોર્ટમાં પણ એવો દાવો થઈ રહ્યો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે આરએસએસે હજુ સુધી પોતાની સહમતિ આપી નથી. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ પદ માટે પસંદગીના ઉમેદવાર બનીને ઉભર્યા હતા. પાર્ટી નેતૃત્વએ આ મહિનાની શરૂઆતમાં તેમના નામ આરએસએસ નેતૃત્વને મોકલ્યા હતા. પરંતુ આરએસએસએ હજુ સુધી કોઈ પણ ઉમેદવાર પર મંજૂરી આપી નથી. આરએસએસ અને ભાજવ વચ્ચે વધુ બેઠકો અને ચર્ચાઓ થાય તેવી સંભાવના છે. એવું કહેવાય છે કે સંઘ ભાજપ અધ્યક્ષ તરીકે મજબૂત સંગઠનાત્મક નેતા પર ભાર મૂકી રહ્યું છે.
કઈ રીતે થાય છે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીના સંવિધાન અને નિયમની કલમ 19માં અધ્યક્ષની ચૂંટણીની જોગવાઈઓ આપવામાં આવી છે. જે મુજબ રાષ્ટ્રીય પરિષજ અને પ્રદેશ પરિષદોના સભ્યોનું ઈલેક્ટોરલ કોલેજ બને છે. આ ઈલેક્ટોરલ કોલેજ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરે છે. ચૂંટણી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણી હેઠળ બનાવવામાં આવેલા નિયમો માટે હોય છે. ચૂંટણી માટે નોમિશનેશન ફોર્મ ભરવાનું હોય છે. અધ્યક્ષ બનવા માટે ઉમેદવાર માટે જરૂરી છે કે તે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી પાર્ટીના પ્રાથમિક સભ્ય હોય. ઈલેક્ટોરલ કોલેજના ઓછામાં ઓછા 20 સભ્ય તેમના પ્રસ્તાવક હોય. આ પ્રસ્તાવ ઓછમાં ઓછા 5 એવા રાજ્યોથી હોય જ્યાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી થઈ હોય. પ્રસ્તાવ પર ઉમેદવારની સહી જરૂરી છે. નોમિનેશન બાદ વોટિંગ થાય છે. ત્યારબાદ કાઉન્ટિંગ માટે બેલેટ બોક્સ દિલ્હી લવાય છે. ભાજપના બંધારણ અને નિયમની કલમ 20 મુજબ કોઈ પાત્ર સભ્ય 3-3- વર્ષના સતત 2 કાર્યકાળ સુધી એટલે કે સતત 6 વર્ષ સુધી અધ્યક્ષ રહી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે