Home> Health
Advertisement
Prev
Next

Food Time Table: આયુર્વેદમાં જણાવેલો છે સવારના નાસ્તાથી રાત્રિના ભોજનનો યોગ્ય સમય, આ વાત ધ્યાનમાં રાખો તો ક્યારેય બીમારી ન પડો

Food Time Table for Healthy Living: દિવસ દરમિયાન આહાર લેવો શરીર માટે જરૂરી છે એટલું જ જરૂરી છે કે યોગ્ય સમયે આહાર લેવામાં આવે. કસમયે ખાધેલી વસ્તુ પાચનમાં સમસ્યા કરે છે અને શરીરમાં બીમારીઓ પણ વધે છે. આજે તમને જણાવીએ આયુર્વેદ અનુસાર આહારનો યોગ્ય સમય કયો છે? 
 

Food Time Table: આયુર્વેદમાં જણાવેલો છે સવારના નાસ્તાથી રાત્રિના ભોજનનો યોગ્ય સમય, આ વાત ધ્યાનમાં રાખો તો ક્યારેય બીમારી ન પડો

Food Time Table for Healthy Living: સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે સવારે નાસ્તો કરવો જ જોઈએ. જે લોકોને બ્લડ સુગર કંટ્રોલમાં ન રહેતું હોય તેમણે સવારે નાસ્તામાં ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ. નાસ્તો કરવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે નાસ્તો કરવાનો સમય શું છે. જે રીતે સવારે નાસ્તો ન કરવાથી નુકસાન થાય છે તે જ રીતે સમયસર નાસ્તો ન કરવાથી પણ નુકસાન થાય છે. કસમયે નાસ્તો કરવામાં આવે તો અપચો અને અન્ય બીમારીઓ થઈ શકે છે. આયુર્વેદમાં આહારના યોગ્ય સમય જણાવવામાં આવેલા છે. જેમાં સવારે નાસ્તો કરવાનો યોગ્ય સમય કયો છે તે પણ જણાવેલું છે. 

fallbacks

આ પણ વાંચો: ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ

આયુર્વેદ અનુસાર આહારના યોગ્ય સમય 

આયુર્વેદમાં ખાવા પીવાની વસ્તુઓને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. સાથે જ તેનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ સમય અનુસાર દિવસના 3 આહાર લેવાનું શરૂ કરે છે તો તે હેલ્ધી જીવન જીવી શકે છે. આ 3 સમય છે સવારે 6 થી 10 ત્યાર પછી 10 થી 2 અને 2 થી 6. આ ત્રણ સમય શરીરના કફ કાળ, પિત્ત કાળ અને વાત કાળમાં વિભાજિત છે. હવે તમને જણાવીએ આમાંથી કયા સમયમાં ખોરાક લેવો લાભકારી.

આ પણ વાંચો: ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે

નાસ્તો કરવાનો યોગ્ય સમય 

જો તમે નાસ્તામાં હેવી, ફાઇબરયુક્ત અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો છો તો નાસ્તો સવારે 10 વાગ્યા પછી કરવો. 10 થી 2:00 વાગ્યા સુધી શરીરમાં પિત્તકાળ હોય છે આ સમયે પ્રોટીનથી ભરપૂર હેવી નાસ્તો સરળતાથી પચે છે. 10 વાગ્યા પહેલા પ્રોટીન અને ફાઇબરથી ભરપુર વસ્તુઓ ખાવાથી તે પચતી નથી. તેવી જ રીતે બપોરે જમવાનો સમય 2:00 વાગ્યા સુધીનો હોય છે. બપોરના સમયે 2 વાગ્યા પહેલા જમી લેવાથી ભોજનનું પાચન સારી રીતે થાય છે. 2 વાગ્યા પછી ભોજન કરવામાં આવે તો પાચનમાં સમસ્યા થઈ શકે છે. 

આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં વધે છે સાપ કરડવાનું જોખમ, જાણો સાપ કરડે તો જીવ બચાવવા શું કરવું?

રાત્રે જમવા માટે પણ 6 વાગ્યા સુધીનો સમય ઉત્તમ ગણાય છે. 6 થી 10 સુધી કફ કાળ હોય છે. આ સમય દરમિયાન ભારી વસ્તુ ખાવાથી પાચન થતું નથી. તેથી જ કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પહેલા જમી લેવામાં આવે તો શરીરને ફાયદો થાય છે. 

આ પણ વાંચો: Oil Massage: સૂતા પહેલા પગમાં તેલ લગાડવાથી શરીરને થતા લાભ વિશે જાણો

આયુર્વેદ અનુસાર બપોરે 2 વાગ્યા પછી કોઈપણ પ્રકારનો ભારે આહાર લેવો નહીં. આ સમયે ભૂખ લાગે તો હર્બલ ડ્રિંક, પલાળેલી બદામ, પલાળેલા અખરોટ જેવી વસ્તુ ખાઈ શકાય છે. આયુર્વેદમાં તો બપોરે 2:00 વાગ્યા પછી ફળ ખાવાની પણ મનાઈ કરવામાં આવી છે. ફળ ખાવાથી ગેસ થવાની શક્યતા વધી જાય છે. આયુર્વેદ અનુસાર જો કોઈ વ્યક્તિ શરીરના 3 કાળને ધ્યાનમાં રાખીને આહાર લેવાનું રાખે તો અપચા સહિતની બીમારીઓથી બચવામાં મદદ મળી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More