Home> India
Advertisement
Prev
Next

બુદ્ધના જન્મસ્થળ અંગે થયેલા વિવાદને લઈને નેપાળના નિવેદન બાદ ભારતે આપ્યું આ રિએક્શન 

ભારતે ગૌતમ બુદ્ધ (Gautama Buddha) ના જન્મસ્થળને લઈને ઊભા થયેલા વિવાદને ફગાવતા રવિવારે કહ્યું કે વિદેશ મંત્રી એસ. જયશંકર(S. Jaya Shankar) ની એ ટિપ્પણી 'આપણો સંયુક્ત બૌદ્ધ વારસો' અંગે હતી અને તેમાં કોઈ શંકા નથી કે બૌદ્ધ ધર્મના સંસ્થાપકનો જન્મ નેપાળ (Nepal)ના લુમ્બિની (Lumbini)માં થયો હતો. 

બુદ્ધના જન્મસ્થળ અંગે થયેલા વિવાદને લઈને નેપાળના નિવેદન બાદ ભારતે આપ્યું આ રિએક્શન 

કાઠમંડૂ: ભારતે ગૌતમ બુદ્ધ (Gautama Buddha) ના જન્મસ્થળને લઈને ઊભા થયેલા વિવાદને ફગાવતા રવિવારે કહ્યું કે વિદેશ મંત્રી એસ. જયશંકર(S. Jaya Shankar) ની એ ટિપ્પણી 'આપણો સંયુક્ત બૌદ્ધ વારસો' અંગે હતી અને તેમાં કોઈ શંકા નથી કે બૌદ્ધ ધર્મના સંસ્થાપકનો જન્મ નેપાળ (Nepal)ના લુમ્બિની (Lumbini)માં થયો હતો. 

fallbacks

જયશંકરે શનિવારે એક વેબિનારમાં ભારતના નેતૃત્વમાં વાત રજુ કરી અને જણાવ્યું કે કેવી રીતે ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીના વિચારો આજે પણ પ્રાસંગિક છે. જો કે નેપાળી મીડિયામાં આવેલા અહેવાલોમાં કહેવાયું કે જયશંકરે બુદ્ધને ભારતીય ગણાવ્યાં. 

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે રવિવારે કહ્યું કે શનિવારે એક કાર્યક્રમમાં વિદેશ મંત્રીની ટિપ્પણી 'આપણો સંયુક્ત બૌદ્ધ વારસો' અંગે હતી. તેમણે કહ્યું કે તેમાં કોઈ જ શંકા નથી કે ગૌતમ બુદ્દનો જન્મ લુમ્બિનીમાં થયો હતો. જે નેપાળમાં છે. 

આ અગાઉ નેપાળી મીડિયામાં જયશંકરની ટિપ્પણીઓ પર આપત્તિ વ્યક્ત કરતા નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ સુસ્થાપિત અને ઐતિહાસિક પ્રમાણોના આધારે સાબિત થયેલું તથ્ય છે કે બુદ્ધનો જન્મ લુમ્બિની, નેપાળમાં થયો હતો. 

જુઓ LIVE TV

નેપાળના વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તાએ કહ્યું કે બુદ્ધનું જન્મસ્થળ અને બૌદ્ધ ધર્મની સ્થાપના સંલગ્ન સ્થાનોમાંથી એક લુમ્બિની, યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાંથી એક છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More