Home> Gujarat
Advertisement
Prev
Next

યુનિવર્સિટી કુલપતિએ વિદ્યાર્થીના પ્રશ્નો માટે કમિટી બનાવી, વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવે બનાવેલી 5 સદસ્યોની વિશેષ કમિટીનો ગણતરીના કલાકોમાં જ વિરોધ શરૂ થઇ ચુક્યો છે. NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કુલસચિવના નિર્ણયનો વિરોધ કરાયો હતો. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને આ અંગે રજુઆત કરી હતી. 

યુનિવર્સિટી કુલપતિએ વિદ્યાર્થીના પ્રશ્નો માટે કમિટી બનાવી, વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવે બનાવેલી 5 સદસ્યોની વિશેષ કમિટીનો ગણતરીના કલાકોમાં જ વિરોધ શરૂ થઇ ચુક્યો છે. NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કુલસચિવના નિર્ણયનો વિરોધ કરાયો હતો. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને આ અંગે રજુઆત કરી હતી. 

fallbacks

રંગીલુ રાજકોટ: પોલીસે તહેવારો અગાઉ દારૂ ભરેલી બિનવારસી ઇનોવાને જપ્ત કરી

5 સદસ્યોની કમિટીને તાત્કાલિક વિખેરી નાખવા માટેની માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા કુલપતિ હિમાંશુ પંડ્યાને આદેશ આપવા શિક્ષણમંત્રીને રજુઆત કરી હતી. કુલપતિ, કુલસચિવ કે ઉપકુલસચિવ પાસે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવાનો સમય ના હોય તો રાજીનામું આપવા માટેની માંગ કરી હતી. 

સુરત: બહેનનાં પ્રેમીને યુવકે જાહેરમાં રહેંસી નાખ્યો, દ્રશ્યો CCTVમાં થયા કેદ

કુલપતિ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવાથી ભાગતા હોવાનો કર્યો આક્ષેપ કર્યો હતો. જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલન કરવા માટેની પણ ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત યુનિવર્સીટીના કુલસચિવ એ 5 સદસ્યોની ટીમ બનાવતા હવેથી વિદ્યાર્થી સંગઠનો પોતાના પ્રશ્ન, સમસ્યા,  કોઈ અરજી અથવા રજુઆત સીધી કુલપતિને નહીં કરી શકે પરંતુ તેઓએ પોતાની માંગ કમિટી સમક્ષ કરવાની રહેશે. કમિટી દ્વારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. જો કે વિદ્યાર્થી સંગઠનો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More