નવી દિલ્હી/લખનઉ: લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં બસપા-સપા વચ્ચે થયેલા ગઠબંધનમાં ચૂંટણી પરિણામો બાદ મંગળવારે પડેલા ભંગાણ પછી આજે સપા પ્રમુખ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું. અખિલેશે લોકસભા ચૂંટણી માટે કરાયેલા આ ગઠબંધનને એક પ્રયોગ ગણાવ્યો. સાથે સાથે એમ પણ કહ્યું કે હું એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છું, પ્રયોગ કર્યો હતો પરંતુ જરૂર નથી કે તે સફળ થાય.
મોદી સરકારે સુરક્ષા મુદ્દે સૌથી શક્તિશાળી કમિટીની રચના કરી, શાહ સહિત આ મંત્રીઓ સામેલ
અખિલેશે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું તમને ખાતરી અપાવું છું કે અને મેં પહેલા પણ જેમ કહ્યું હતું કે માયાવતીજી માટે જે સન્માન હશે, તે મારું સન્માન હશે,. હું તે વાત પર અત્યારે પણ મક્કમ છું. હું આજે પણ એ જ વાત કરું છું.
યુપી પેટાચૂંટણીઓમાં બંને પક્ષો દ્વારા અલગ અલગ ચૂંટણી લડવાની જાહેરાતો બાદ તેમણે કહ્યું કે જ્યાં સુધી ગઠબંધનની વાત છે, તો હવે બંને પક્ષો માટે રસ્તા ખુલ્લા છે. અમે પેટા ચૂંટણી અલગ અલગ લડી રહ્યાં છીએ. આ અંગે અમે અમારા નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરીશું.
જુઓ LIVE TV
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી અગાઉ બનેલા સપા-બસપા ગઠબંધન પર પૂર્ણ વિરામ મૂકાયું હોવાના સંકેત આપતા બંને પક્ષોએ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની કેટલીક બેઠકો પર થનારી સંભવિત પેટાચૂંટણીઓ પોતાના દમ પર લડવાની વાત મંગળવારે કરી હતી.
બસપા પ્રમુખ માયાવતીએ જો કે ભવિષ્યમાં સપા સાથે ફરીથી ગઠબંધનનો વિકલ્પ ખુલ્લો રાખતા કહ્યું કે, 'હજુ અમારું કોઈ બ્રેકઅપ થયું નથી.' આ બાજુ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાનો રસ્તો અલગ કરવાનો સંકેત આપતા કહ્યું કે જો રસ્તા અલગ અલગ છે તો તેનું સ્વાગત છે અને તેમની પાર્ટી પણ ઉત્તર પ્રદેશની 11 વિધાનસભા બેઠકો પર એકલા હાથે પેટાચૂંટણી લડશે.
ઈદના દિવસે પણ કાશ્મીર અશાંત, 'કાશ્મીર બનેગા પાકિસ્તાન' અને આતંકી મસૂદના બેનર જોવા મળ્યાં
અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણી 2019માં યુપીના 80 બેઠકોમાંથી ભાજપને 62, અને સપા-બસપા-આરએલડી ગઠબંધનને 15 બેઠકો મળી હતી. જેમાંથી 10 બેઠકો બસપા અને 5 બેઠકો સપાને મળી હતી. બંને પક્ષ 2014માં અલગ અલગ ચૂંટણી લડ્યા હતાં અને તેમાંથી સપાને 5 અને બસપાને તો એક પણ સીટ મળી નહતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે